Surat News/ સુરતમાં આઇસક્રીમ ખાધા પછી ત્રણ બાળકીઓના મોતથી ચકચાર, એક હજી ગંભીર

સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર પડી હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 26 સુરતમાં આઇસક્રીમ ખાધા પછી ત્રણ બાળકીઓના મોતથી ચકચાર, એક હજી ગંભીર

Surat News: સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર પડી હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હાલ તબીબો ત્રણેય બાળકોના મોતના કારણોની તપાસ કરી રહ્યા છે.

આ બાળકીના નામ 12 વર્ષની દુર્ગાકુમારી મહતો, 14 વર્ષની અમિતા મહંતો અને આઠ વર્ષની અનિતા કુમારી મહંતો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલી ગામમાં રહેતી ત્રણ કિશોરીઓનું શરીર આઈસ્ક્રીમ ખાધા બાદ ગરમ પણ થઈ ગયું હતું, જે બાદ ત્રણેયની તબિયત લથડી હતી. તેથી આ ત્રણેય કિશોરીઓનું મોત આઈસ્ક્રીમ, ચૂલાના ધુમાડાથી કે અન્ય કોઈ કારણથી થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાચું કારણ બહાર આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં 6ના મોત અને 30ને ઇજા

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવાના ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા

આ પણ વાંચો: દેહરાદૂનમાં હાઇ સ્પીડ કાર અકસ્માતમાં 3 યુવતીઓ સહિત 6નાં મોત