અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં જ કેટલાક ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા અને વીડિયોમાં દીપિકા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે કોર્ટમાં બેડમિન્ટન રમતી જોવા મળી રહી છે. ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે સિંધુની બાયોપિક પણ બનવા જઈ રહી છે, જેમાં દીપિકા મુખ્ય ભૂમિકામાં હોઈ શકે છે.
આ પણ વાંચો : જયારે અમિતાભ બચ્ચને સ્પર્ધકને પૂછ્યું ગર્લફ્રેન્ડ કે રોહિત શર્મા? આવો મળ્યો જવાબ
ફોટા અને વીડિયો શેર કરતા દીપિકાએ કેપ્શનમાં લખ્યું, ‘મારા જીવનનો માત્ર એક સામાન્ય દિવસ … પીવી સિંધુ સાથે કેલરીઝ બર્નિંગ કરી રહી છું.’ સિંધુએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી છે. આમાં તેણે લખ્યું – દીપિકા સાથે રમવામાં મજા આવી અને તે એક મજેદાર મેચ હતી. દીપિકા હવે આપણે ફરી ક્યારે રમી રહ્યા છીએ?
બીજીબાજુ, દીપિકા પાદુકોણની તસવીર પર ફેન્સના રિએક્શનની વાત કરીએ તો, એક યૂઝરે લખ્યુ કે, ‘ઘરડી લાગે છે.’ એક યૂઝર્સે લખ્યુ કે, આ ફિલ્ટરનો કમાલ છે. બીજીબાજુ એક યૂઝર્સે તો એમ પણ કહી દીધુ કે, બોટૉક્સની અસર છે. એવામાં ઘણા લોકો એવા પણ છે, જે એક્ટ્રેસની ખૂબસુરતીના વખાણ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણનો આ અંદાજ પહેલા પણ ઘણીવાર જોવા મળ્યો છે. દીપિકા અગાઉ પણ ઘણીવાર મેકઅપ વગરની તસવીર શેર કરી છે.
આ પણ વાંચો :એરિયાના ગ્રાન્ડના ઘરે પહોંચ્યો સ્ટોકર, ચપ્પુ બતાવી મારી નાખવાની આપી ધમકી
દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ ‘83’માં રણવીર સિંહની સાથે નજરે પડશે. લગ્ન પછી પહેલીવાર બંને એકસાથે નજરે પડશે. આ સિવાય દીપિકા ‘ફાઈટર’, ‘પઠાણ’ અને ‘ધ ઈન્ટર્ન’ પર પણ કામ કરી રહી છે.
જોકે અત્યારે આ વિશે કંઇ કહેવું મુશ્કેલ બનશે. આ અંગે અભિનેત્રી તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઓલિમ્પિક પદક વિજેતા પી.વી. સિંધુ પણ ડિનર ડેટ પર જોવા મળી હતી. જોકે, હવે જોવાનું રહેશે કે દીપિકા ખરેખર ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સાથે કામ કરશે કે નહીં.
આ પણ વાંચો : કવિતા ચોરીના આરોપ મામલે મનોજ મુંતશિરનો જવાબ, કહ્યું – કોપી નીકળી તો હું…
આ પણ વાંચો :જ્યારે એક્ટ્રેસે બધાની સામે પ્રેમ ચોપડાને માર્યો હતો થપ્પડ, એભિનેતાએ કહ્યું – બદલો લેવા માંગતી હતી