સુપ્રીમ કોર્ટનો ચુકાદો/ ફરાર અને ભાગેડુ જાહેર કરાયેલા આરોપીને આગોતરા જામીનનો હકદાર નથી

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે છેતરપિંડીના કેસમાં પટના હાઇકોર્ટના આદેશને રદબાતલ કરતા કહ્યું કે ફરાર અથવા ભાગેડુ જાહેર કરાયેલ ગુનેગાર આગોતરા જામીનનો હકદાર નથી.

Top Stories
suprime 4 ફરાર અને ભાગેડુ જાહેર કરાયેલા આરોપીને આગોતરા જામીનનો હકદાર નથી

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે છેતરપિંડીના કેસમાં પટના હાઇકોર્ટના આદેશને રદબાતલ કરતા કહ્યું કે ફરાર અથવા ભાગેડુ જાહેર કરાયેલ ગુનેગાર આગોતરા જામીનનો હકદાર નથી. જસ્ટિસ એમ આર શાહ અને એ એસ બોપન્નાની ખંડપીઠે જોયું કે હાઇકોર્ટે ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) ની કલમ 82 અને 83 હેઠળની કાર્યવાહીની અવગણના કરતી વખતે આરોપીને આગોતરા જામીન આપવામાં ભૂલ કરી હતી.

સીઆરપીસી ની કલમ 82 હેઠળ કોઈપણ અદાલત, વોરંટ ન ચલાવવાની સ્થિતિમાં, આવા આરોપીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે જેમને કોર્ટ સમક્ષ હાજર થવું જરૂરી છે. સીઆરપીસી ની કલમ 83 મુજબ આ પ્રકારનું જાહેરનામું બહાર પાડ્યા બાદ, અદાલત ભાગેડુ ગુનેગારની મિલકતોને પણ જપ્ત કરવાનો આદેશ આપી શકે છે.બેન્ચે જણાવ્યું હતું કે, “આ અદાલતનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સીઆરપીસીની કલમ 82 હેઠળ ઘોષિત અપરાધી જાહેર થાય છે, તો તે આગોતરા જામીનમાં રાહત મેળવવા માટે હકદાર નથી

સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા સીઆરપીસી ની કલમ 82 અને 83 હેઠળ કાર્યવાહી શરૂ કરવાની અવગણના કરીને છેતરપિંડીના આરોપીને આગોતરા જામીન આપવાના પટના હાઇકોર્ટના આદેશને પડકારતી અપીલની સુનાવણી કરી રહી હતી.