Fire/ દિલ્હીના ઓખલા વિસ્તારની ફેકટરીમાં આગ, ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ

ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે આગ ફેકટરીની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં ફેલાઇ ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ ફાયરબ્રિગેડ દ્વારા 30થી વધુ લોકોને બચાવાયા ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઓખલા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના 30 વાહનો સ્થળ પર પહોંચી ગયા છે. ઘટના […]

Top Stories India
corona 1 દિલ્હીના ઓખલા વિસ્તારની ફેકટરીમાં આગ, ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ
  • ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે
  • આગ ફેકટરીની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં ફેલાઇ
  • ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ
  • ફાયરબ્રિગેડ દ્વારા 30થી વધુ લોકોને બચાવાયા
  • ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઓખલા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના 30 વાહનો સ્થળ પર પહોંચી ગયા છે.

ઘટના સમયે લોકો ઝૂંપડપટ્ટીમાં સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક આગ ફાટી નીકળી અને આખો વિસ્તાર ભડભડ સળગવા લાગ્યો હતો. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ત્યારબાદ 30 વાહનો અહીં આવ્યા હતા. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

 

ઝૂંપડપટ્ટીમાં વપરાયેલા કપડાને કારણે જ્વાળાઓએ ભયાનક રૂપ ધારણ કર્યું. ફાયર વિભાગને આગની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ આગને કાબૂમાં લેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, લોકોએ આ વિસ્તારમાં કપડાંની વેસ્ટ ટુકડાઓનું વેરહાઉસ બનાવ્યું છે. આગને કારણે 186 ઝૂંપડપટ્ટીઓ અને ગોડાઉનને આગ લાગી હતી. 30 થી 40 લોકો અંદર ફસાયા હતા, જેનું બહાર કાઢવા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Covid-19 / વિશ્વમાં હાલ 2.58 કરોડ એક્ટિવ કેસ, અમેરિકામાં 24 કલાકમાં 2730 લોકોનાં મોત

Election / રાજકોટમાં તમામ પક્ષોના મળી 317 ફોર્મ ભરાયા, વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 39, અપક્ષ 246

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…