દિલ્લી
દિલ્લી હાઈકોર્ટે ગાઝીપુર મરઘા માર્કેટમાં મરઘીને કાપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઇકોર્ટના કહેવા પ્રમાણે ગાઝીપુરમાં માત્ર મરઘી વેંચવા માટેની જ અનુમતિ છે, મરઘી કાપવા માટેની નહી.
હાઇકોર્ટે સરકાર અને બીજા ખાનગી વિભાગોને એક અઠવાડિયાની અંદર આ આદેશને અમલમાં મુકવા માટે કહ્યું છે. દિલ્લી પ્રદુષણ નિયંત્રણ સમિતિએ મંડીમાં નિયમોને ધ્યાનમાં ન રાખી મરઘી કાપવામાં આવતી હતી. સમિતિએ ૨૪ એપ્રિલ એ મંડીમાં મરઘી કાપવા પર પ્રતિબંધ મુકવા માટેનો આદેશ આપ્યો હતો.
એનિમલ રાઈટ પર કામ કરનારી ગૌરી મુલેખીએ હાઇકોર્ટમાં આ મામલાને દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગાઝીપુરમાં મરઘા માર્કેટમાં ગેરકાયદેસર રીતે મરઘીને કાપવામાં આવે છે જેના લીધે આસપાસના વિસ્તારમાં સંક્રમણ ફેલાવાનો ખતરો બની રહે છે.
તમને જણાવી દઈએ કે મંડી માર્કેટનું સંચાલન દિલ્લી સરકાર દ્વારા કરવામાં આવે છે.