Not Set/ હત્યાનાં કેસમાં પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસ કરી રહી છે શોધ

દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનાર સુશીલ કુમાર પર હત્યાનો આરોપ છે. હત્યા કેસમાં આરોપી રેસલર સુશીલ કુમારની શોધમાં દિલ્હી પોલીસ સતત દરોડા પાડી રહી છે. ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ દિલ્હી પોલીસની પકડથી દૂર છે.

Top Stories Sports
123 195 હત્યાનાં કેસમાં પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસ કરી રહી છે શોધ

દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનાર સુશીલ કુમાર પર હત્યાનો આરોપ છે. હત્યાનાં કેસમાં આરોપી રેસલર સુશીલ કુમારની શોધમાં દિલ્હી પોલીસ સતત અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ દિલ્હી પોલીસની પકડથી હજુ પણ દૂર છે. હવે દિલ્હી પોલીસે સુશીલ કુમારની ધરપકડ માટે લુક આઉટ નોટિસ બહાર પાડેલ છે.

રાજકારણ / પાંચ રાજ્યોનાં પરિણામ બતાવે છે કે હવે પાર્ટીમાં સુધારો કરવાની જરૂર છે: સોનિયા ગાંધી

છત્રસાલ સ્ટેડિયમમાં ઝઘડાનાં મામલામાં બે વખતનાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર (રેસલર સુશીલ કુમાર) ની શોધ ચાલી રહી છે. જ્યારે દિલ્હી પોલીસે પીડિતોનાં નિવેદનોને નોંધી લીધા છે. આ વિવાદમાં એક રેસલરની હત્યા થઈ હતી. પોલીસે જણાવ્યું કે આ ઝઘડો મોડેલ ટાઉન વિસ્તારમાં એક ફ્લેટ ખાલી કરવા માટે થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બીજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ અને લંડન ઓલિમ્પિકમાં રજત પદક જીતનાર સુશીલ કુમારનું આ કેસમાં નામ એફઆઈઆરમાં નોંધાયુ છે. મળી રહેલી માહિતી અનુસાર, તે હાલમાં ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. સુશીલ કુમાર સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવેલ છે. દિલ્હી એનસીઆર ક્ષેત્ર સિવાય પડોશી રાજ્યોમાં તેની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે પીડિતોએ આરોપ લગાવ્યો કે ઝઘડો થયો ત્યારે કુમાર સ્થળ પર હાજર હતો.ગત મંગળવારે રાત્રે છત્રસાલ સ્ટેડિયમમાં બોલાચાલીમાં 23 વર્ષીય કુસ્તીબાજનું મોત નીપજ્યું હતું. સ્ટેડિયમમાં તેના અને તેના બે મિત્રો પર અન્ય પહેલવાનોએ કથિત રીતે નિર્દયતાથી હુમલો કર્યો હતો. પોલીસનાં કહેવા મુજબ, આ લડાઇઓમાં કુમાર, અજય, પ્રિન્સ દલાલ, સોનુ, સાગર, અમિત અને અન્ય સામેલ હતા. મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા અને સશસ્ત્ર અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હરિયાણાનાં ઝજ્જરનો રહેવાસી દલાલ (24) ની ધરપકડ કરવામાં આવી છે.

રાજકારણ / વિદેશથી મળી રહેલી મદદ પર રાહુલનો સરકાર પર કટાક્ષ, કહ્યુ- જો સરકારે પોતાનુ કામ કર્યુ હોત તો…

સુત્રોનાં જણાવ્યા અનુસાર સુશીલ કુમાર સતત દિલ્હી અને હરિયાણામાં પોતાનું છુપાવવાનું સ્થાન બદલી રહ્યો છે. દિલ્હી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર છત્રસાલ સ્ટેડિયમ ખાતે હત્યાની ઘટના બાદ કુસ્તીબાજ સુશીલ કુમાર પહેલા હરિદ્વાર અને પછી ઋષિકેશ ગયો હતો. દિલ્હી પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમાર હરિદ્વારમાં એક આશ્રમમાં રહ્યો હતો. સુશીલ કુમાર હરિદ્વારથી દિલ્હી પરત ફર્યો હતો અને તે પછી તે સતત દિલ્હી અને હરિયાણામાં તેનુ ઠેકાણું બદલી રહ્યો છે.

sago str 8 હત્યાનાં કેસમાં પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસ કરી રહી છે શોધ