DUSU Election Result 2023/ DU વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામો જાહેર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામોમાં જોરદાર જીત નોંધાવી છે. એબીવીપીએ ત્રણ બેઠકો જીતી છે.

Top Stories India
Mantavyanews 23 2 DU વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામો જાહેર

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પરિણામોમાં જોરદાર જીત નોંધાવી છે. એબીવીપીએ ત્રણ બેઠકો જીતી છે. એબીવીપીના તુષાર દેધા પ્રમુખ પદ માટે ચૂંટણી જીત્યા છે. જ્યારે ઉપપ્રમુખ પદે એનએસયુઆઈના અભિ દહિયાનો વિજય થયો છે. એબીવીપીની અપરાજિતાએ સેક્રેટરી પદ પર ઝંડો ફરકાવ્યો છે. જ્યારે સંયુક્ત સચિવ પદ પર એબીવીપીના સચિન બૈસલાનો વિજય થયો છે. વિજય બાદ તમામ ઉમેદવારોએ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રમુખ પદે તુષાર દેધાનો વિજય થયો છે. તુષારને 23,460 વોટ મળ્યા. તેઓ આ ચૂંટણીમાં 3115 મતોથી જીત્યા છે. તુષાર દેધાએ સત્યવતી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે બૌદ્ધ અધ્યયનમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે. તુષાર 2015 થી એબીવીપી સાથે સંકળાયેલો છે. તુષારે પોતાની જીત બદલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

અપરાજિતાએ સેક્રેટરીના પદ પર જીત મેળવી હતી

આ ઉપરાંત વિદ્યાર્થી પરિષદની અપરાજિતાએ જોરદાર વિજય સાથે સેક્રેટરી પદ પર વિજય મેળવ્યો હતો. અપરાજિતાને 24,534 મત મળ્યા છે. તેણે NSUIના યક્ષ્ના શર્માને હરાવ્યા છે. અપરાજિતા ઉત્તરપ્રદેશના જૌનપુરની રહેવાસી છે. તેણે દયાલ સિંહ કૉલેજમાંથી ઈતિહાસમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરી છે. હાલમાં તે બૌદ્ધ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી મેળવી રહી છે.

સચિન બૈસલાને સૌથી વધુ મત મળ્યા છે

તમને જણાવી દઈએ કે સચિન બૈસલાએ એબીવીપીના જોઈન્ટ સેક્રેટરીના પદ પર જીત મેળવી છે. બૈસલાને સૌથી વધુ વોટ મળ્યા છે. તેમણે NSUIના શુભમ કુમાર ચૌધરીને 9995 વોટથી હરાવ્યા છે.

આ છે વિદ્યાર્થી સંઘની ચૂંટણીના અપડેટ્સ:

પ્રમુખ- તુષાર દેધા

ABVP – 23470 મતો

NSUI- 20435 મત

NSUI

  • ઉપપ્રમુખ- અભિ દહિયા
  • NSUI – 22331
  • ABVP-20502

ABVP

  • સચિવ – અપરાજિતા
  • ABVP-24534
  • NSUI – 11597

ABVP

  • જોઈન્ટ સેક્રેટરી- સચિન બૈંસલા
  • ABVP-24955
  • NSUI – 14960