દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનાં સમયે થઇ રહેલા મતદાનની વચ્ચે ભાજપનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, જેમણે પોતાના નિવેદનોને લીધે ઘણી વાર હેડલાઇન્સ બનાવી છે, તેમણે ભાજપની મુશ્કેલીઓ વધે તેવુ નિવેદન આપ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર વોટિંગનો દાવો કર્યો છે. સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, જાડુને મારા મત વિના પણ પૂરતા મતો મળી રહ્યા છે. આ સાથે જ તેમણે સરકાર તરફથી આવેલ બજેટ ઉપર પણ સવાલો ઉભા કર્યા છે.
ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનો મત આપતા પહેલા ટ્વીટ કરતા કહ્યું કે, હું આજે મારા નિઝામુદ્દીન ઘરનાં મતદાન મથક પર મત આપીશ. સ્વામીનાં ટ્વીટ પર, એક યૂઝર્સે અમનપ્રીતસિંહ ઉપ્પલે ભાજપનાં સાંસદને આપની તરફેણમાં મત આપવા અપીલ કરી હતી. સ્વામીએ આને રિટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું છે કે, જાડુને મારા મત વિના પૂરતા મતો મળી રહ્યા છે. બજેટ ગૂગલી પછી મારે ખાસ કરીને મારા ભાજપ કાર્યકર્તા સાથે ઉભા રહેવું પડશે.
તેમની આ ટીકા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર નિશાના તરીકે પણ જોવામાં આવે છે. તે બજેટથી સતત નાખુશ દેખાઇ રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ થોડા દિવસો પહેલા નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે કહ્યું કે, હું તો કહું છું કે આપણી નોટો પર પણ લક્ષ્મીની તસવીર હોવી જોઈએ. ગણપતિ વિઘ્નહર્તા છે, પરંતુ દેશનાં ચલણમાં સુધારો કરવા માટે લક્ષ્મીની તસવીર લગાવી શકાય છે અને કોઈને પણ તેમા ખરાબ લાગશે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.