નવી દિલ્હી/ મજૂરોને કોરાનાથી બચાવવા માટે સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ રોકવા માંગ

્દિલ્હીમાં નવા  સંસદ ભવન અને કેન્દ્ર સરકારની બીજી ઇમારતો વાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને રોકવાની માંગ પર સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને ઝડપથી નિર્ણય આપવા આદેશ કર્યો છે. દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મજૂરોની સુરક્ષા પર સવાલ ઉઠાવતા અરજકર્તાની અરજ ઉપર સુપ્રીમ કોર્ટે સહમતી જતાવી હતી સાથે સાથે પણ કહ્યું હતું કે, હાઈકોર્ટ આ મામલે […]

Top Stories India
Untitled 88 મજૂરોને કોરાનાથી બચાવવા માટે સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ રોકવા માંગ

્દિલ્હીમાં નવા  સંસદ ભવન અને કેન્દ્ર સરકારની બીજી ઇમારતો વાળા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને રોકવાની માંગ પર સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને ઝડપથી નિર્ણય આપવા આદેશ કર્યો છે. દિલ્હીમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મજૂરોની સુરક્ષા પર સવાલ ઉઠાવતા અરજકર્તાની અરજ ઉપર સુપ્રીમ કોર્ટે સહમતી જતાવી હતી સાથે સાથે પણ કહ્યું હતું કે, હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. આથી હાઇકોર્ટ તેના ઉપર નિર્ણય આપે  તે અગત્યનું  છે.

અરજકર્તા અન્યા મલ્હોત્રા અને સોહેલ હાશ્મીએ દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હાલ પૂરતો બંધ કરવા માટે માંગ કરી હતી. તેનું કહેવું છે કે, પ્રોજેક્ટમાં કામ કરી રહેલા મજૂરો ઉપર કોરોનાનું સંક્રમણ થવાનો મોટો ખતરો છે. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે, દિલ્હી હાઇકોર્ટમાં આ બાબતે અરજી દાખલ થઇ છે. પરંતુ દિલ્હી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી નહીં કરતા 17મે ના રોજ સુનાવણી કરવાનું કહ્યું હતું. જ્યારે કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબતે આપત્તિ જતાવી હતી અને કહ્યું હતું કે, હાઇકોર્ટ પહેલાથી જ તારીખ નક્કી કરી ચૂકી છે તો અરજકર્તાએ થોડી રાહ જોવી જોઈએ. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હાઇકોર્ટ ઝડપથી આ મામલે વિચાર કરે અને નિર્ણય આપે.