Rajkot News : રાજકોટ (Rajkot) તાલુકા મામલતદાર દ્વારા કોઠારી રોડ ઉપરની અને પૂર્વ મામલતદાર દ્વારા રેલનગર, સરવૈયા ચોકમાંથી લાખો રૂપિયાની સરકારી જમીનો ઉપરથી દબાણો હટાવી દેવામાં આવેલ હતા અને આ દબાણ હટાવ ઝુંબેશ હજુ પણ શહેર અને જિલ્લામાં યથાવત છે. ત્યારે આજરોજ સવારે પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી સરકારી જમીન ઉપર ખડકાય ગયેલા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતા.
રાજકોટ(Rajkot)ના પશ્ચિમ મામલતદાર અને તેની ટીમે રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ દબાણો આજરોજ હટાવી લેવામાં આવેલ હતા. આ અંગેની મામલતદાર કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રૈયા સર્વે નં. 156 પૈકીમાં શ્રીજી પાર્ક, કામેશ્વર હોલની સામે આવેલી અને યુ.એલ.સી. ફાજલ એવી પાંચ હજાર ચો.મી. જમીન કે, જેની વર્તમાન બજાર કિંમત રૂા. 50 કરોડ થઈ જાય છે. તેનાં ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર ગયેલા કોમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
જમીન ઉપર સર્વિસ સ્ટેશન, ગેરેજ, વંડા સહિતના સાત દબાણો લાંબા સમયથી ઉભા કરી દેવાયા હતા અને આ દબાણકર્તાઓને રાજકોટ (Rajkot) જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ તાજેતરમાંથી પશ્ચિમ મામલતદારે કલમ-61 હેઠળની દબાણો હટાવી દેવાની નોટિસો ફટકારી હતી. આમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવવા આજરોજ સવારે કલેકટરનાં આદેશ મુજબ મામલતદાર અને તેની ટીમે દબાણો ઉપર બુલડોઝર ફેરવી આપી કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુકત કરાવી આપી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું