Delhi Flight/ ગાઢ ધુમ્મસથી મુસાફરોની મુશ્કેલી વધી, દિલ્હીમાં 80 ફ્લાઈટ મોડી, ઘણી ટ્રેનો મોડી ચાલી

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ શનિવારે પણ રોડ, રેલ અને ફ્લાઇટ સેવાઓને અસર કરી રહ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે.

Top Stories India
YouTube Thumbnail 2023 12 30T093328.642 ગાઢ ધુમ્મસથી મુસાફરોની મુશ્કેલી વધી, દિલ્હીમાં 80 ફ્લાઈટ મોડી, ઘણી ટ્રેનો મોડી ચાલી

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ શનિવારે પણ રોડ, રેલ અને ફ્લાઇટ સેવાઓને અસર કરી રહ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી રહી છે. દિલ્હીના તમામ રેલવે સ્ટેશનો પરથી આવતી-જતી ઘણી ટ્રેનો પણ આજે મોડી દોડી રહી છે. રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે. ટ્રેનની રાહ જોઈ રહેલા એક મુસાફરે જણાવ્યું કે તે માતા વૈષ્ણોદેવી જઈ રહ્યો હતો અને તેની ટ્રેન બે કલાકથી વધુ મોડી પડી હતી. ટ્રેન 5.30 વાગે આવવાની હતી પરંતુ હજુ સુધી આવી નથી.

આ ટ્રેનો મોડી દોડી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર, તેલંગાણા એક્સપ્રેસ 3.40 કલાક, પંજાબ મેલ 6.07, ગોરખધામ એક્સપ્રેસ, શ્રમશક્તિ એક્સપ્રેસ, લખનૌ મેલ, દાદર એક્સપ્રેસ, બાંદ્રા-શ્રીમાતા વૈષ્ણદેવી સહિત ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે.

80 ફ્લાઇટ મોડી

દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે 8.30 વાગ્યા સુધી IGI એરપોર્ટ પરથી ઉપડતી લગભગ 80 ફ્લાઈટ્સ મોડી પડી છે. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ સેવાઓ પર ભારે અસર પડી છે. આ કારણે ઘણી ફ્લાઈટ્સ સમયપત્રકથી ઘણી પાછળ છે.

એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું કે અમે નવા વર્ષની ઉજવણી કરવા ગંગટોક સિક્કિમ જઈ રહ્યા છીએ પરંતુ અમારી ફ્લાઈટ 2 કલાક મોડી પડી છે. જો વધુ વિલંબ થશે તો અમે ફરિયાદ કરીશું. તમને જણાવી દઈએ કે ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ છે. શુક્રવારે ધુમ્મસના કારણે દિલ્હી આવતી 11 ટ્રેનો મોડી પડી હતી. આ સિવાય ઘણી ફ્લાઈટ્સ પણ મોડી પડી હતી. કેટલાક માર્ગો પણ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. 25 ડિસેમ્બરની મધ્યરાત્રિથી 28 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યાની વચ્ચે ખરાબ હવામાનને કારણે કુલ 58 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :Crime/સગીર ભત્રીજી સાથે સંબંધ બાંધનારા પતિનું લિંગ કાપી નાંખ્યું

આ પણ વાંચો :Africa/આફ્રિકન દેશ કોંગોમાં ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે, અત્યાર સુધીમાં 22 લોકોનાથયા મોત

આ પણ વાંચો :Israel alert/દિલ્હીમાં દૂતાવાસ નજીક બ્લાસ્ટ બાદ ઈઝરાયેલ એલર્ટ, નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી