Ahmedabad News: દેવાયત ખવડ (Devayat Khavad) અને બ્રિજરાજ દાન (Brijraj dan Gadhvi) એકબીજા ઉપર સતત આક્ષેપો કરી રહ્યાં છે. જન્માષ્ટમીમાં રૂપલ મા મહોત્સવ પર ગઢવીએ ખવડ પર નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું હતું કે જે દિવસે ગઢવીએ માફી માગવી પડે એ દિવસથી એ સ્ટેજ પર નહીં ચઢે. હું ઈસરદાનનું લોહી છું. તો સામે દેવાયત ખવડે પણ સણસણતા પ્રહાર કર્યા હતા.
બ્રિજરાજ દાનનો દેવાયત ખવડ પર આક્રમક પ્રહાર કરતો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેમાં તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું કે તમે તો સવાર-સાંજ રંગ બદલો છો એટલે જ લોકો તમને રાખી સાવંત કહે છે અને કાચિંડો કહે છે. તેમણે કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો, સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા, તમને એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિજરાજ દાન ગઢવીના આકરા પ્રહાર પર દેવાયત ખવડે સમાધાન અને માફીને લઇને વીડિયોમાં પોતાની વાત મૂકી હતી.
અગાઉ લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન ગઢવી પર પર વળતો પ્રહાર કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, “મર્દાનગી અને લોહીના પુરાવા આપવાના ન હોય. કોનું લોહી છે એના પુરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.’ ચોંકાવનારૂ છે કે બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું હતું. આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી માંગતો સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો અને મનદુખ દૂર કર્યું હતું.
આ પણ વાંચો:દેવાયત ખવડનો જેલમાંથી છૂટ્યા પ્રથમ ડાયરો, પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “ઝુકેગા નહીં સાલા”
આ પણ વાંચો:દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ જામીન મંજુર કરતી હાઇકોર્ટ, અહીં જાણો કોર્ટે શું મૂકી શરતો
આ પણ વાંચો:દેવાયત ખવડને હાલ જેલમાં જ રહેવું પડશે, કોર્ટે આ નિર્ણય લેતા મુશ્કેલી વધી