વસિમ મેમણ – પ્રતિનિધિ, તિલકવાડા
તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીક ઉંચી ટેકરી ઉપર ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભક્તોની ભારે આસ્થા રહેલી છે. દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભવ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું. પરંપરાગત વેશભૂષા અને ઢોલ નગારા સાથે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. અને ભાથીજી મહારાજના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.
તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીક ટેકરી ઉપર ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભક્તોની ભારે આસ્થા રહેલી છે. આ મંદિરનો ઇતિહાસ અને દંત કથાઓ ઘણી પ્રચલિત છે. લોકમાન્યતા પ્રમાણે ડુંગર ઉપર ગીચ જંગલ અને જાડીઓ વચ્ચે આ સ્થળે સ્વયં ભાથીજી મહારાજ પ્રગટ થયા હતા. દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે આ મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.
દંત કથાઓ પ્રમાણે કારતક સુદ પૂનમના દિવસે સ્વયં ભાથીજી મહારાજ ભાદરવા ડુંગર ઉપર પ્રગટ થયા હતા તેથી આ મંદિર પર ભક્તો ની ભારે આસ્થા રહેલી છે. આ મેળા માં ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ સહિત વિવિધ વિસ્તારોમાંથી પગપાળા સંઘ લઈ ને ભક્તો આવતા હોઈ છે. કાગળના પુઠ્ઠા અને વાસમાંથી સણગાળેલો કાગળનો ઘોડો બનાવી.
ફાટાવારા ચશ્માં અને હાથમાં ખુલ્લી તલવાર અને ઢોલ નગારા સાથે ભક્તો મંદિર ખાતે દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે જે અંતર્ગત આજ રોજ કારતક સુદ પૂનમના દિવસે ભાદરવા મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજ કરવામાં આવ્યું જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.