SpiceJet/ સ્પાઈસજેટને DGCAની નોટિસ: અવાર નવાર વિમાનોમાં થતી ટેકનિકલ ખામીને મુદ્દે જવાબ માંગ્યો

DGCA દ્વારા સ્પાઇસજેટને આ મામલે જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે DGCA દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્પાઈસજેટ કંપની વિશે જારી કરાયેલા…

Top Stories India
DGCA Notice to SpiceJet

DGCA Notice to SpiceJet: ઉડ્ડયન કંપનીઓની નિયમનકારી સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ બુધવારે નાગરિક ઉડ્ડયન સેવા પ્રદાતા સ્પાઇસજેટને નોટિસ જારી કરી છે. છેલ્લા 18 દિવસ દરમિયાન કંપનીના એરક્રાફ્ટમાં 8 વખત ટેકનિકલ ખામીના અહેવાલ આવ્યા બાદ DGCA દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.  ડીજીસીએ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાઓની સમીક્ષા દર્શાવે છે કે આમાંની મોટાભાગની ઘટનાઓ નબળી આંતરિક સુરક્ષા દેખરેખ અને અપૂરતી જાળવણીને કારણે થાય છે. આ ઘટનાઓ સિસ્ટમ-સંબંધિત નિષ્ફળતાના ઉદાહરણો છે.

DGCA દ્વારા સ્પાઇસજેટને આ મામલે જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે DGCA દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્પાઈસજેટ કંપની વિશે જારી કરાયેલા નાણાકીય નિવેદનમાં એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે કંપની કેશ એન્ડ કેરી મોડમાં કામ કરી રહી છે. કંપનીના સપ્લાયર અને વિક્રેતાઓને નિયમિત ચૂકવણી કરવામાં આવતી નથી. આ કારણે એરલાઇન પાસે સ્પેર અને MEL (મિનિમમ ઇક્વિપમેન્ટ લિસ્ટ)ની પણ અછત છે.

તો બીજી તરફ ડીજીસીએ દ્વારા જારી કરાયેલી નોટિસ પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ મહત્વ ધરાવે છે. કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કર્યું છે કે સુરક્ષામાં અડચણ ઉભી કરતી નાની ભૂલની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને તેને સુધારવામાં આવશે. 19 જૂને ટેકઓફ દરમિયાન પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટની ડાબા એન્જિનમાં આગ લાગી હતી. આ પછી પટનામાં જ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 185 મુસાફરો સવાર હતા. આ બાબતની પ્રાથમિક તપાસમાં પક્ષીઓની ટક્કરનો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો: Amarnath Yatra 2022 / અમરનાથ યાત્રા દરમિયાન હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ, દુર્ઘટનાથી બચી ગયું

આ પણ વાંચો: ગુજરાત / વડોદરામાં કુતરાનાં ખસિકરણ પાછળ રૂ.6 કરોડનો ધુમાડો પણ પરિણામ શૂન્ય