@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
પોલીસ દ્વારા થતી સારી કામગીરીને બિરદાવવામાં આવે અને પોલીસની ફરજ નિષ્ઠા અને સમાજમાં એક ઓળખ મળે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓને પદક માટે નિશ્ચિત કરેલી ધોરણ મુજબ તેઓની પ્રશંસનીય કામગીરી બદલ પદક આપી સન્માન કરવામાં આવતું હોય છે.
ગુજરાત પોલીસ વિભાગના આતંકવાદ વિરોધી દળ ખાતે ફરજ બજાવતા પીઆઈ ચેતનકુમાર જાદવને રાજ્ય પોલીસ દળના આતંકવાદ વિરોધી દળની ફરજ દરમિયાન તથા રાજ્ય ઈન્ટેલીજન્સ બ્રાંચમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર બાબુલાલ રતિલાલ ગીલાતરને ઈન્ટેલિજન્સ વિભાગની ફરજ દરમિયાન ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી તથા આગવી સૂઝબૂઝ અને સીમાચિન્હ રૂપ પ્રશંસનીય સેવા બદલ ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા “અસાધારણ આસૂચના કૌશલ્યતા” પદક 2020 ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
એવોર્ડ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પસંદગી પામેલ અધિકારીઓની ઉત્તમ કામગીરીને બિરદાવવા તેમનું મનોબળ વધારવા તેમજ ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ સેવા આપીને ગુજરાત પોલીસનું ગૌરવ વધારવામાં આવે એવા વિશ્વાસ સાથે પોલીસ ભવન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા “અસાધારણ આસૂચના કૌશલ્યતા” પદકના વિજેતાઓને પ્રશંસાપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું.
Gujarat / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને થઇ શકે છે મોટું એલાન
Rajkot / 14 વર્ષના થેલેસેમિયા ગ્રસ્ત બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ,પરિવારનો હોબાળો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…