Viral Video/ ‘છમ્મા છમ્મા’ ગીત પર ખુલ્લા મેદાનમાં ડાંસ કરતી જોવા મળી ધનાશ્રી વર્મા

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રીનાં ડાન્સનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ધનાશ્રી આ વીડિયોમાં ઘણા બધા મૂવ્સ કરતી જોવા મળી રહી છે.

Videos
police attack 88 'છમ્મા છમ્મા' ગીત પર ખુલ્લા મેદાનમાં ડાંસ કરતી જોવા મળી ધનાશ્રી વર્મા

ટીમ ઈન્ડિયાનાં સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રીનાં ડાન્સનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ધનાશ્રી આ વીડિયોમાં ઘણા બધા મૂવ્સ કરતી જોવા મળી રહી છે. ધનાશ્રી વર્માની તેના ડાન્સ વીડિયોને કારણે ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. ધનાશ્રી વર્માએ ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘છમ્મા છમ્મા’ ગીત પર ખુલ્લા મેદાનમાં જોરશોરથી ડાન્સ કરતી દેખાઇ રહી છે. ધનાશ્રી વર્માનાં આ વીડિયો પર પણ ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે.

ધનાશ્રીએ તેના ડાન્સનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે બોલિવૂડનાં પ્રખ્યાત ગીત છમ્મા-છમ્મા પર જબરદસ્ત સ્ટેપ્સ લેતી જોવા મળી રહી છે. તેની સાથે આ વીડિયોમાં વધુ બે છોકરીઓ પણ શામેલ છે, જે આ ડાન્સમાં તેનો સાથ આપી રહી છે. ધનાશ્રીએ પણ આ બંને યુવતીઓને કેપ્શનમાં નાચવા બદલ આભાર માન્યો છે. જણાવી દઇએ કે, ચહલ અને ધનાશ્રી હાલમાં જ તેમના હનીમૂન પર ગયા હતા, જ્યાં આ બંનેની તસવીરો તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ધનાશ્રી પણ કોરિયોગ્રાફર છે અને તે સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ માટે ખૂબ પ્રખ્યાત છે. ધનાશ્રી વર્માએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તેનો ડાન્સ ખરેખર આશ્ચર્યજનક લાગે છે.

Instagram will load in the frontend.

ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ ડાન્સ દ્વારા તેણે પોતાની જબરદસ્ત ઓળખ બનાવવામાં કોઈ કસર છોડી નથી. ધનાશ્રી વર્માનાં ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 20 લાખથી વધુ છે, યુટ્યુબ પર તેના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પણ 20 લાખ પર પહોંચી ગઈ છે. આ અંગે તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જાણકારી શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચહલ અને ધનાશ્રીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સાત ફેરા લીધા હતા અને બંનેએ આ માહિતી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી. જણાવી દઇએ કે, ચહલ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મર્યાદિત ઓવરની શ્રેણીમાં ટીમનો ભાગ હતો અને તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો