Gujarat/ લખતર વિરમગામ હાઇવે પર ધૂમ સ્ટાઇલથી ચોરી

લખતર-વિરમગામ હાઇવે ઉપરથી પસાર થતા ઓટો પાર્ટસના કન્ટેનરમાંથી ચાલુ વાહને જ કન્ટેનરનું સીલ તોડી આોટો પાર્ટ્સના 9 બેગની ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે…

Gujarat Others
Makar 101 લખતર વિરમગામ હાઇવે પર ધૂમ સ્ટાઇલથી ચોરી

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લખતર-વિરમગામ હાઇવે ઉપરથી પસાર થતા ઓટો પાર્ટસના કન્ટેનરમાંથી ચાલુ વાહને જ કન્ટેનરનું સીલ તોડી આોટો પાર્ટ્સના 9 બેગની ચોરી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ 9 બેગની કિંમત રૂપિયા 2 લાખ થાય છે. કન્ટેનરનાં ચાલકે અજાણ્યા શખ્સો સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ કચ્છ હાઇવે પર અવારનવાર ચાલુ ટ્રકમાંથી કિંમતી માલસામાન ચોરી થવાના બનાવો બને છે. ત્યારે આવી કોઇ ગેંગ હવે લખતર વિરમગામ હાઇવે પર સક્રિય થઇ છે. રાજકોટથી કન્ટેનરમાં ઓટો પાર્ટસ ભરી હરીયાણા લઇ જવામાં આવી રહ્યાં હતા અને ચાલક વિરમગામ નજીક એક હોટલ પર ઉતરી ચેક કરતા કન્ટેનરનું સીલ તૂટેલું જોવા મળ્યું હતુ. આથી કન્ટેનરમાં રહેલી ઓટો પાર્ટસની બેગની ગણતરી કરતા કુલ 9 બેગ ચોરી થઇ હોવાની વિગતો બહાર આવી હતી. આથી કન્ટેનરના ચાલકે કુલ રૂપિયા 2 લાખની કિંમતના ઓટો પાર્ટસની ચોરી અંગે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat: ગાંધીનાં ગુજરાતમાં દારૂની રેલમછેલ, પોલીસવડાની સુચનાથી યોજાઈ …

Rajkot: રાજકોટ શહેરના સીમાડે પહોંચ્યા સાવજો,ડણક સાંભળી સ્થાનિકો ભયભી…

Covid-19: કોરોનાનાં કેસમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો