Gujarat News: ગુજરાત (Gujarat)ની રમતવીર ધ્રુમા પાઠક (Dhruma Pathak) નેશનલ ટુર્નામેન્ટ (National Tournment)માં વિજેતા બની. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર ધ્રુમા પાઠક ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટ ‘વોવિનમ’ માં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો. જયપુરમાં રમાયેલ ‘વોવિનમ’ ટુર્નામેન્ટમાં ધ્રુમા પાઠકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં ગુજરાત તરફથી (અન્ડર 19) માં ૫૪ kg વજન કેટેગરીમાં ભાગ લઈ રમતવીર ધ્રુમાએ સારું પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. જયપુરમાં તારીખ ૨૬.૧૨.૨૦૨૪ થી ૨૯.૧૨.૨૦૨૪ દરમ્યાન ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય સ્તરની આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ધ્રુમા ચિરાગભાઈ પાઠકે ગુજરાત રાજ્ય તેમજ અમદાવાદ સિટી અને સંપૂર્ણ સમાજના લોકોનું ગૌરવ વધાર્યું છે. ધ્રુમાએ સાબિત કર્યું કે તે એક સારી નહી પરંતુ શ્રેષ્ઠ રમતવીર છે. કારણ કે ધ્રુમા પાઠકે અગાઉ પણ અમદાવાદ ખાતે યોજાયેલ ટુનામેન્ટ ૨૦૨૩માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધ્રુમાની આ સિદ્ધિ બદલ તેના પરિવાર સહિત રાજય પણ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.
યુવતીઓ આજે ફક્ત નૃત્યુ અને અભ્યાસમાં પારંગત ના બનતા રમતગતમ ક્ષેત્રમાં પણ નામ રોશન કરી રહી છે. આજના ટેકનોલોજીના સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ખેલકૂદ બહુ જરૂરી છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે. આજે ગુજરાતની પ્રતિભા ફક્ત રાજ્ય પુરતી સીમીત ના રહેતા રાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું કદ વધારી રહી છે. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ધ્રુમા પાઠકે સાબિત કર્યું છે કે દિકરીઓ ફક્ત રસોઈ, ડાન્સ કે પછી અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રમાં પણ ઉત્તમ યોગદાન આપે છે. ભવિષ્યમાં પણ ધ્રુમા પાઠક આ પ્રકારની સિદ્ધિઓ મેળવતી રહે તેવી તમામ લોકોએ અપેક્ષા વ્યક્ત કરી અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.
આ પણ વાંચો:પેયજળ અને સ્વચ્છતા વિભાગે રાષ્ટ્રીય ડાયરિયા રોકો અભિયાન હાથ ધર્યું
આ પણ વાંચો:કડકડતી ઠંડીમાં લોકો પર પાણી પર ફેંકવામાં આવ્યું, શું કહ્યું ડીઆરએમએ…
આ પણ વાંચો:જેસલમેરનું રણ દુર્લભ પાણીનો બન્યું દરિયો, ખોદકામ દરમિયાન નીકળેલ પાણીમાં સતત વધારો