@અમાર બખાઈ
Junagadh News: ગરવો ગઢ ગિરનાર કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશથીમાં અંબાના અને દત્તાત્રે ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે થોડા સમય પહેલા ગિરનાર પર ગંદકી મુદ્દે હાઇકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી જે મુદ્દો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે બાદમાં હાઇકોર્ટે જુનાગઢના વહીવટી તંત્ર અને વન વિભાગને ટકોર કરી ગંદકી દૂર કરવા સૂચના આપી હતી બાદમાં વહીવટી તંત્ર અને વન વિભાગ હરકતમાં આવ્યું અને કમિટી બનાવી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે ગિરનાર પર ગંદકી ન થાય જેને લઇ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની સાથે વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા સૂચના આપી છે સાથે વેપારીઓને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ નહીં કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગિરનારની સીડીઓ પર પણ વન વિભાગ દ્વારા ડસ્ટબીનનો મૂકવામાં આવી છે અને જરૂરી સૂચનોના બેનરો લગાડવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે જુનાગઢ વહીવટી તંત્રએ હાઇકોર્ટમાં તપાસ રિપોર્ટ સબમીટ કર્યો હતો અને બાદમાં હાઇકોર્ટની કોર્ટ કમિશન ટીમ દ્વારા ગત 31 ઓક્ટોબરના રોજ જૂનાગઢ ગિરનારની મુલાકાત લેવામાં આવી હતી ગિરનાર પર થતી ગંદકીને લઈને તપાસ કરવામાં આવી જેમાં જિલ્લા કલેકટર સહિતના વહીવટી તંત્રનો સ્ટાફ હાજર રહ્યો હતો અને કોર્ટ કમિશન ટીમને તમામ માહિતીઓ આપવામાં આવી હતી આ સમગ્ર નિરીક્ષણ બાદ રિપોર્ટ પણ કોર્ટ કમિશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને જેને લઇ આજે વધુ એકવાર જૂનાગઢ જિલ્લા કલેકટરને હાઈકોર્ટે આ મામલે ટકોર કરી છે.
ટકોર કરતા હાઇકોર્ટ જિલ્લા કલેકટરને કહ્યું કે દરેક કામ સરકાર કરશે તો કલેક્ટર શું કરશે? ગિરનાર વિસ્તારમાં ગંદકી મામલે જુનાગઢ કલેક્ટરને હાઇકોર્ટે અંતિમ તક આપી છે સરકારની અનેક યોજનાઓ બાદ પણ તેના અમલીકરણ માટે કલેકટર ની ઈચ્છા શક્તિ નો અભાવ જણાઈ રહ્યા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જુનાગઢ જિલ્લા કલેકટરના હાઇકોર્ટની અંતિમ તક મળી છે પરંતુ હવે જોવું રહ્યું કે ગિરનારની સ્વચ્છતા માટે વહીવટી તંત્ર દ્વારા હજુ કયા કયા પગલાંઓ લેવામાં આવશે ગિરનાર પર ગંદકીનો મામલો હાઇકોર્ટમાં ગરમાયો છે.
આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા
આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન
આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો