@ભરત સૂંદેશા, મંતવ્ય ન્યુઝ, બનાસકાંઠા
હિન્દુઓના સૌથી મોટા દિવાળી તહેવાર ની રજાઓ બાદ આજે ફરી ધંધા-રોજગાર ધમધમતા થયા છે. બનાસકાંઠા માં મોટાભાગ ના ધંધા ખેતી પર નિર્ભર હોઈ માર્કેટિંગ યાર્ડમાં આજે વેપારી અને ખેડૂતોએ સાથે મળી પેઢી ની પૂજા અર્ચના કરી ધંધા ની શરૂઆત કરી. વેપારીઓ અને ખેડૂતોએ વિક્રમ સંવત 2077 નું વર્ષ તમામ લોકો માટે ફળદાયી નીવડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી.
pakistan / વૈશ્વિક આતંકી હાફિઝ સઈદને 10 વર્ષની સજા, પાકે પગલું લીધું કે…
પાંચ દિવસની રજાઓ બાદ આજે લાભપાંચમના શુભ મુહૂર્તમાં ધંધા રોજગાર ફરી ધમધમતા થયા. ઉત્તર ગુજરાતના સૌથી મોટા માર્કેટ પૈકી એક ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં આજે વેપારીઓએ પૂજા-અર્ચના કરી પેઢી ની શરૂઆત કરી. વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પણ જોવા મળ્યા. આજે લાભ પાંચમના દિવસે જ પોતાના ખેતર માં તૈયાર થયેલો પાક ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે વેચવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે કોરોના મહામારી અને અન્ય કારણો ને કારણે મોટાભાગના લોકોને વર્ષ દરમિયાન અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નવું વર્ષ તમામ લોકો માટે ફળદાયી નીવડે અને ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે તેઓ ભગવાનને લાભપાંચમના દિવસે પ્રાર્થના કરી રહ્યા છે.
politics / રાજ્ય સરકાર અને ભારત સરકાર સામ્યવાદ ને ભૂલી માલેતુજારોની ગુલ…
બોડેલી / પોલીસ જેવો રુઆબ છાંટી બોલેરો પીકઅપ ડ્રાઈવર સાથે મારામારી કર…
Corruption / બિહારના શિક્ષણમંત્રી મેવાલાલ ચૌધરીએ શપથ લીધાનાં ગણતરીના કલાક…
માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીઓ પણ વહેલી સવારથી જ પોતાના ધંધા પર આવ્યા હતા. તેમણે ફુલહાર તેમજ પેઢીને સજાવી તેને પૂજા વિધિ કરી હતી. માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટા નું સૌથી વધુ મહત્વ હોય છે. જેથી વેપારીઓએ વજન કાંટા ને સમજાવી તેની પૂજા-અર્ચના કરી હતી. ધૂપદીપ કરી આજે લાભ પાંચમ ના દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર નવા વર્ષમાં ફરી કાર્યરત કર્યા છે. આ વર્ષ સારુ નીવડે તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે.
લાભપાંચમના શુભ મુહૂર્તમાં આજે વેપારીઓએ પોતાની પેઢી શરૂ કરી છે. જ્યારે ખેડૂતોએ પોતાનો પાક માર્કેટમાં વેચ્યો છે. તમામને આશા છે કે વર્ષ સારું જશે અને ગત વર્ષ પડેલી તમામ લોકો ની મુશ્કેલી દૂર થશે.