Allahabad High Court/ કોંગ્રેસના 99 સાંસદો પર આફત, ગેરંટી કાર્ડ યોજના મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી

લોકસભા ચૂંટણીમાં સરકાર બને તો દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવાનો કોંગ્રેસ પક્ષનો વાયદો હવે કાયદાની કસોટી પર ઉતરશે.

Top Stories India
Cricket Tutorials YouTube Thumbnail 2024 08 09T111803.072 કોંગ્રેસના 99 સાંસદો પર આફત, ગેરંટી કાર્ડ યોજના મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી

Allahabad High Court: લોકસભા ચૂંટણીમાં સરકાર બને તો દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવાનો કોંગ્રેસ પક્ષનો વાયદો હવે કાયદાની કસોટી પર ઉતરશે. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ એ નિવેદનના આધારે દાખલ કરવામાં આવી છે કે પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે. અરજીમાં કોંગ્રેસ પાર્ટીના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા, પાર્ટીનું ચૂંટણી ચિન્હ જપ્ત કરવા અને પાર્ટીની નોંધણી રદ કરવાની માંગણી કરવામાં આવી છે અલ્હાબાદમાં હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આગામી સપ્તાહે હાઈકોર્ટમાં પીઆઈએલની સુનાવણી થવાની સંભાવના છે.

કોંગ્રેસે જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કર્યું
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જનતાને ગેરંટી કાર્ડ યોજના વિશે જણાવ્યું હતું, જેના હેઠળ ગરીબ, પછાત, દલિત અને લઘુમતીઓને 8500 રૂપિયા મળશે. ચૂંટણી બાદ જુલાઈ મહિનાથી તેમના બેંક ખાતામાં દર મહિને જમા કરાવવાનું વચન આપ્યું હતું. આ રકમ તરત જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી બાદ આ વચન સાવ ખોટુ નીકળ્યું. આ વચન સાથે કોંગ્રેસ સહિતના સાથી પક્ષોને મત આપનારને મહિને સાડા આઠ હજાર રૂપિયાની ગેરંટી આપવામાં આવી હતી. આ પ્રોમિસરી નોટમાં વોટના બદલામાં પૈસા આપવાની લાલચ આપવામાં આવી હતી.

કોંગ્રેસ પાર્ટીની આ પ્રોમિસરી નોટ પર અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે, એક સ્વીકૃતિ રસીદ પણ હતી, જેનાથી લોકોને વિશ્વાસ થયો કે તેમને મતદાન કર્યા પછી ચોક્કસપણે પૈસા મળશે. ચૂંટણી પંચે 2 મેના રોજ આ અંગે એડવાઈઝરી પણ જારી કરી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો અમલ કર્યો ન હતો. અરજદારનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીનું આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 121 (1) (A)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ સાથે, તે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય દંડ સંહિતા હેઠળ સજાપાત્ર ગુનો છે.

પક્ષનું ચૂંટણી ચિન્હ જપ્ત કરવાની અને રજીસ્ટ્રેશન રદ કરવાની માગણી
અરજદારે દાવો કર્યો છે કે તેમણે આ મામલે કાર્યવાહી કરવા ચૂંટણી પંચને રજૂઆત કરી હતી, પરંતુ પંચે કોઈ કાર્યવાહી કરી ન હતી, જેના આધારે આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. પીઆઈએલ દ્વારા કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા, પાર્ટીનું ચૂંટણી ચિન્હ જપ્ત કરવા અને રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં કોલેજોમાં હિજાબ, બુરખા અને નકાબ પ્રતિબંધ મામલે આજે સુનાવણી

આ પણ વાંચો:ઘણા વર્ષો સુધી શાસન કર્યું… બાંગ્લાદેશી આર્મી કેટલી મજબૂત છે

આ પણ વાંચો: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, ગંગા નદીના જળસ્તરમાં વધારો