Ahmedabad News: અમદાવાદમાં આરટીઇ(RTE) ના બાળકો સાથે ભેદભાવ જારી છે. પૂના ઇન્ટરનેશનલ સ્કૂલ (Puna International School) દ્વારા બાળકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. બાળકો પાસે 10 હજાર રૂપિયાની ફી માંગતા વિરોધ થયો હતો. અગાઉ પણ આરટીઇના બાળકો પાસે ફી માંગતા વિરોધ થયો હતો.
આજે ફરીથી આરટીઇના બાળકો પાસે ફી માંગતા વિરોધ થયો છે. આજે સ્કૂલ ફરીથી આરટીઇના બાળકોને હેરાન કરતી હોવાનું સામે આવ્યું છે. બાળકોને વોશરૂમ ના જવા દેવાનો વાલીનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લાના ઝૂંડાલની પુના ઈન્ટરનેશલ સ્કૂલ આ પહેલા પણ આરટીઇ બાળકો સાથે ભેદભાવને લઈને વિવાદમાં આવી ચૂકી છે.
સ્કૂલના સંચાલકો દ્રારા આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકો સાથે ભેદભાવ કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.સ્કુલ મેનેજમેન્ટ દ્રારા RTEના બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે વાલીઓએ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ બાળકોને અલગ રૂમમાં બેસાડવામાં આવતા હોવાના પુરાવા સાથે રજૂઆત કરી છે.
વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં બેસાડવામાં આવતા હોવાથી કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાની ના પાડે છે. બાળકોએ વાલીઓને આ વાત કરતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતાં વાલીઓ રોષે ભરાયા છે.
આ પણ વાંચો: આરટીઇ હેઠળ 40 ટકા અરજી પેન્ડીંગ, ડોક્યુમેન્ટ ચકાસણી કરી પ્રવેશ કન્ફર્મ કરવા સૂચના
આ પણ વાંચો: રાજ્યમાં આરટીઇ અંતર્ગત અરજી કરવાનો સમય પૂર્ણ,શિક્ષણ વિભાગને 1,81,108 અરજી મળી