દિશા વાકાણીએ લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા’માં તેના પાત્ર દયા બેન દ્વારા હંમેશા લોકોનું મનોરંજન કર્યું છે. આ શો સૌપ્રથમવાર 2008માં ટેલિકાસ્ટ થયો હતો અને ત્યારથી દિશા વાકાણી આ શોનો ભાગ બની રહી છે. જોકે, હાલમાં તે આ શોમાં જોવા મળી રહી નથી. આ શોએ અત્યાર સુધીમાં 3300 થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. પરંતુ ઘણા સમયથી લોકો આ શોમાં દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં તાજેતરમાં જ દિશા ઉર્ફે દયા બેનના શોમાં વાપસી અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે તે ટૂંક સમયમાં કેટલીક શરતો સાથે ગોકુલધામ પરત ફરી રહી છે.
આ પણ વાંચો :ટૂંકા ફ્રોકમાં ફૂટપાથ ઉર્ફી જાવેદે લહેરાવ્યા વાળ, યુઝર્સ બોલ્યા- રૂકો જરા…
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ હવે કમબેક કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ તેણે પરત કરવા માટે તગડી ફીની માંગણી કરી છે. રિપોર્ટ અનુસાર, દિશાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડ માટે 1.5 લાખની માંગણી કરી છે. આ સિવાય તેણે દિવસમાં માત્ર 3 કલાક શૂટિંગ કરવાની શરત પણ મૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના મેકર્સ દિશાને પરત મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે હજુ સુધી આ સમાચારને દિશા વાકાણી કે મેકર્સમાંથી કોઈએ સમર્થન આપ્યું નથી. દિશા વાકાણીએ વર્ષ 2004માં પોપ્યુલર ટીવી શો ‘ખિચડી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તે ગુજરાતી શોમાં જોવા મળી હતી. પરંતુ તેમને લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની પત્ની અને ટપ્પુની માતાની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. જોકે, આગામી દિવસોમાં એવી ચર્ચા છે કે દિશા ટૂંક સમયમાં શોમાં પરત ફરશે.
આ પણ વાંચો :નાગા ચૈતન્ય OTT પ્લેટફોર્મ પર કરશે ધમાકેદાર ડેબ્યૂ , સસ્પેન્સ-થ્રિલર આધારિત હશે વેબ સિરીઝ
આ પણ વાંચો :આ એક્ટ્રેસે 15 લોકોની સામે આપ્યો હતો ન્યૂડ સીન, બિકીનીના ફોટા થયા વાયરલ
આ પણ વાંચો :શહનાઝ ગિલે પહેલીવાર કરાવ્યું સાડીમાં ફોટોશૂટ, જાણો ચાહકોએ કોની સાથે કરી તુલના
આ પણ વાંચો :ટાટા પરિવારની વાર્તા પર બની રહી છે વેબ સિરીઝ, 200 વર્ષનો ઈતિહાસ જોવા મળશે