- જોઇન્ટ પોલીસ કમિશ્નર (JCP) ચિરાગ કોરડિયાએ તાત્કાલીક પણે ડી-સ્ટાફનુ વિસર્જન કરવા આદેશ કર્યાં
- વડોદરા શહેરમાં કુલ 21 પોલીસ સ્ટેશનનો આવેલા છે
- ગુનાઓનો ભેદ ઉકલેવામાં ડી-સ્ટાફના કર્મીઓ મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે
- ડી-સ્ટાફના વિસર્જન પાછળનુ કારણ પાણીગેટ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટના કારણભૂત હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે
શહેર માં કોઇ ગેરપ્રવૃત્તિઓ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવા શહેર ના તમામ પોલીસ મથકોમાં એક ખાસ ટિમ ની રચના કરવામાં આવી હતી અને જેને ડી સ્ટાફ તરીકે ઓળખવામાં આવતું હતા કહીં શકાય કે આ કર્મીઓના માથે એક મોટી જવાબદારી હોય છે પરંતુ વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં રહેલા ડી-સ્ટાફના કર્મીઓ પોતાની ફરજ ચુકી ગયા હોય તેમ લાગી રહ્યું છે
વડોદરા જોઇન્ટ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડિયાએ આજે એકા એક શહેરના તમામ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફનુ વિસર્જન કરવા સુચન કર્યું હતું અને આ સૂચના અધિકારીઓને મળતા જ ડી-સ્ટાફમાં ફરજ બજાવતા કર્મીઓને તેની જાણ કરાઇ હતી ડી-સ્ટાફનુ વિસર્જન કરાયુ હોવાની જાણ પોલીસ મથકો માં થતા ક્યાં નિરાશા તો ક્યાંક ખુશીનો માહોલ સર્જાયો હતો ખુશી તેમણે હતી જેમની ક્ષમતા હોવા છતાં ડી-સ્ટાફમાં કામ કરવાનો મોકો ન્હોતો અપાયો તો બીજી તરફ ખુશી એ વાતની પણ હતી કે જે થયું સારૂ થયું પરંતુ દુખઃ એ વાતનુ હતુ કે હવે સાદા કપડાને બદલે વર્ધી પહેરી ફરવુ અને ફરજ નિભાવી પડશે સાદા કપડાનો ઉલ્લેખ એટલે કર્યો છે કે ડી-સ્ટાફના કર્મીઓ કાયમ સાદા કપડામાં જ ફરે છે
અચાનક શહેર ના તમામ પોલીસ મથકો માં ડી-સ્ટાફનુ વિસર્જન કરવાની નોબત શા પડી તેને લઈને અનેક ચર્ચા ઓએ જોર પકડ્યું છે ડી-સ્ટાફના વિસર્જન પાછળનુ કારણ પાણીગેટ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં બનેલી ઘટના કારણભૂત હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે આ બન્ને પોલીસ સ્ટેશન પૈકી રાવપુરા પોલીસ સ્ટેશન હદમાં દારૂનુ વેચાણ કરતા શખ્સને ત્યાં પોલીસે દરોડો પાડી હિરેન ઠક્કર વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જોકે રાવપુરા પોલીસ બાદ પીસીબીએ એજ સ્થળે રેઇડ કરી દારૂની બોટલો સાથે હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો હતો જેથી રાવપુરા પોલીસ સ્ટેશનની પોલ ઉઘાળી પડી હતી જ્યારે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર વિજિલન્સે રેઇડ પાડી નવ ખેલીઓને રૂ 1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસનો ડી-સ્ટાફ કેટલો સક્ષમ છે તે સ્પષ્ટ કરી દીધુ હતુ આમ ઉરપરાછાપરી બનેલી બે ઘટનાઓ ડી-સ્ટાફના વિસર્જન પાછળ કારણભૂત હોવાનુ માનવમાં આવી રહ્યું છે