Not Set/ ધાંગધ્રા/ દિવાળીના તહેવારોમાં ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ

દિવાળી પર્વને લઈને એક તરફ લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. ત્યારે ઘણા એવા પણ લોકો હોય છે જે લોકો આર્થિક પરિસ્થિતિના અભાવે મીઠાઈની ખરીદી પણ ટાળે છે.  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સૂરજ પાર્વતી સંસ્થા દ્વારા રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ […]

Gujarat Others
mithai

દિવાળી પર્વને લઈને એક તરફ લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. ત્યારે ઘણા એવા પણ લોકો હોય છે જે લોકો આર્થિક પરિસ્થિતિના અભાવે મીઠાઈની ખરીદી પણ ટાળે છે.  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં સૂરજ પાર્વતી સંસ્થા દ્વારા રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવે છે.  સૌથી મહત્વની વાત એ છે કે,  આ સંસ્થાએ આ વર્ષે 450 કિલો ફરસાણ તેમજ 700 કિલો મીઠાઈ 500 જેટલા ગરીબોને વિના મુલ્યે આપવામાં આવી હતી.

દિવાળી નો તહેવાર ચાલી રહ્યો છે. આ પર્વ લોકો પણ સારી રીતે ઉજવી શકે તે હેતુથી ધાંગધ્રામાં આવેલ સૂરજ પાર્વતી સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષથી રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવેલ જેમાં ફરસાણ નું પેકેટ 300 ગ્રામ ના ફક્ત 30 રૂપિયા તેમજ મીઠાઈ એક કિલો ના 90 રૂપિયા ના દરે આપવામાં આવી હતી.

ફરસાણ માં રતલામી સેવ, ચણાની દાળ, શીંગ ભજીયા, ગાંઠિયા, તીખા ગાંઠિયા, સેવ, ચવાણું, તેમજ મિક્સ મીઠાઈ નું વિતરણ કરવામાં આવેલ  છે. છેલ્લા 10 વર્ષ થી સંસ્થા દ્વારા દરેક તહેવારોમાં આ વસ્તુઓ આપવામાં આવે છે, સાથે જે લોકો ગરીબ હોય તેવા લોકો ને વિના મુલ્યે પણ ફરસાણ તેમજ મીઠાઈ આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા 2000 કિલો મીઠાઈ તેમજ 1800 કિલો ફરસાણ નું વિતરણ કરવામાં આવેલ છે. 450 કિલો ફરસાણ તેમજ 700 કિલો મીઠાઈ 500 જેટલા ગરીબોને વિના મુલ્યે આપવામાં આવેલ. દરેક જ્ઞાતિના લોકો અહીંયા આવે છે. અને રાહત દરે મીઠાઈ તેમજ ફરસાણ ખરીદે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.