શકીલ કાશમાણી – પ્રતિનિધિ, દીવ
દીવઃ થોડાં દિવસ પહેલા વણાંકબારાની શીવ સુંદર નમામની ફિશિંગ બોટ મુંબઈના દરિયામાં ડૂબી ગઇ હતી. આ બોટને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. બોટમાં ઘણું નુકસાન થયું હતું. યુવા જાગૃત માછીમાર ગ્રુપ તરફથી 1,26,800 રૂપિયા અને શિવ સાગર ફિશ સપ્લાયર્સ એશોસિયેસન તરફથી 3,34,410 રકમની સહાય કરી હતી.