diwali Festival/ 108 ની ટીમ એલર્ટ, તમામ કર્મચારીઓની રજાઓ કરાઇ છે રદ્દ

દિવાળીનાં પર્વને આડે ગણતરીનાં દિવસો બાકી રહી ગયા છે અને દિવાળીનાં પર્વમાં ફટાકડા અને ચાઇનીઝ ટુક્કલોનાં કારણે આગ લાગવાની તેમજ રોડ અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો નોંધાતો હોય છે, ત્યારે ઇમરજન્સી સર્વીસ 108 દ્વારા દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

Gujarat Others
sanjay shrivastav 11 108 ની ટીમ એલર્ટ, તમામ કર્મચારીઓની રજાઓ કરાઇ છે રદ્દ

દિવાળીનાં પર્વને આડે ગણતરીનાં દિવસો બાકી રહી ગયા છે અને દિવાળીનાં પર્વમાં ફટાકડા અને ચાઇનીઝ ટુક્કલોનાં કારણે આગ લાગવાની તેમજ રોડ અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો નોંધાતો હોય છે, ત્યારે ઇમરજન્સી સર્વીસ 108 દ્વારા દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

  • દિવાળીને લઇને 108 ની ટીમ એલર્ટ
  • 108 નાં 3500 કર્મચારીઓ રહેશે રહેશે ખડેપગે
  • ફટાકડાથી દાઝી જવાનાં કેસોમાં થાય છે વધારો
  • તમામ કર્મચારીઓની રજાઓ કરાઇ છે રદ્દ


દર વર્ષે દિવાળીમાં શહેરીજનો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરતા હોય છે જેનાં કારણે દાઝી જવાના તેમજ અકસ્માતનાં કેસોની સંખ્યા વધતી હોય છે જેની સીધી અસર 108 ઇમસજન્સી હેલ્પલાઇન પર પડતી હોય છે. સામાન્ય દિવસોમાં 108 હેલ્પલાઇનને 2800 હજાર જેટલા ફોન આવતા હોય છે જેની સંખ્યામાં દિવાળીનાં અને બેસતુવર્ષનાં દિવસે ઇમરજન્સી કોલની સંખ્યા 5 થી 10 ટકા વધીને 3 હજારે પહોંચી જતી હોય છે.. જે બાબતોને તેમજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી હેલ્પલાઇનમાં કામ કરતા કર્મચારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પાયલોટ સહિત 3500 કર્મચારીઓ તૈનાત કરાયા છે.

ahmedabad / હનીફ દાઢી હત્યા મામલો, પુત્ર પર શંકાના પગલે નોટિસ…

108 હેલ્પલાઇન પર કોઇ પણ કોલ આવે તો તરત જ ક્વીક રિસ્પોન્સ ટીમ સ્થળ પર જઇને સામાન્ય ઇજાઓ હોય તે સારવાર કરી હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરે છે. અત્યાર સુધીમા આ સેવાએ હજારો લોકોનાં જીવ બચાવ્યા છે. તહેવારનાં સમયગાળામાં નાના-મોટા દવાખાના પણ બંધ હોય છે, અને રોડ અકસ્માતના કિસ્સાઓમાં પણ ત્વરીત દર્દીને જે હોસ્પિટલમાં લઇ જવાનાં હોય તે હોસ્પિટલ સાથે એડવાન્સ સંકલન કરીને 108 ની એમ્બ્યુલન્સ જલ્દી એક દર્દીને હોસ્પિટલ પહોંચાડી અન્ય દર્દી માટે જઇ શકે તે માટેનું પણ આયોજન કરાયુ છે. એમાં પણ નવા વર્ષમાં 108 હેલ્પલાઇન પર આવતા કોલમાં ધરખમ વધારો થાય છે અને 2 હજારનાં બદલે 3500 જેટલા કોલ આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને 108 ઇમસજન્સી સેવા દ્વારા પોતાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

ahmedabad / હનીફ દાઢી હત્યા મામલો, પુત્ર પર શંકાના પગલે નોટિસ…

દિવાળીનાં પર્વમાં કેસોની સંખ્યા વધી જતી હોય છે ત્યારે 108 ઇમરજન્સી સર્વીસ દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યા 631 થી વધારવાની તૈયારીઓ કરી દેવાઇ છે. અને લોકોને તાત્કાલીક આરોગ્યની સેવા મળી રહે તે માટે આ ટીમ સતત ખડેપગે રહી કામગીરી કરે છે. તહેવારનાં દિવસોમાં જ્યાં લોકો એકતરફ પોતાનાં પરિવાર સાથે સમય વિતાવે છે તેવામાં ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલી ટીમ નોકરીમાં વધુ સમય વિતાવીને જીવન બચાવો ઝુંબેશમાં કાર્યરત રહે છે.