સારા સમાચાર/ રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ , રૂ. 3500નું બોનસ અપાશે

સરકારની આ જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો

Gujarat
Untitled 484 રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ , રૂ. 3500નું બોનસ અપાશે

દિવાળી પહેલાં ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે. ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે.

સરકારની આ જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ વખતે દિવાળી 4 નવેમ્બરે જ આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના પગાર વહેલા કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે. જેથી કર્મચારીઓને તહેવારોમાં ખરીદી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ આપવાની જાહેરાત કરી છે. આ અંગે નાણાંવિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. તેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને 2020-21ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે.

એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા 3500 રૂપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ-4ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. તા. 31 માર્ચ 2021ના રોજ નોકરીમાં ચાલુ હોય અને 2020-21ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી 6 મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.