દિવાળીના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે ત્યારે કેટલાક ખાસ કામ કરી લેવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ કાયમ રહે છે.દિવાળીના દિવસે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. તમે પણ જાણો આ ખાસ ઉપાયો અને મેળવો દેવી લક્ષ્મીની કૃપા.આ દિવસે મહાલક્ષ્મીના મહામંત્ર ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ઓમ મહાલક્ષ્મયૈ નમઃના કમલગટ્ટાની માળાથી 108 વાર જાપ કરશો તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે.
લક્ષ્મીની પૂજામાં પીળી કોડીઓને સામેલ કરો. તેનાથી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થશે. આ સિવાય હળદરની ગાંઠ પણ રાખો. પૂજા બાદ તેને તિજોરીમાં રાખો. દિવાળી પર પૂજામાં લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર અને શ્રી યંત્ર સ્થાપિત કરો. સ્ફટિકનું શ્રી યંત્ર સારું રહે છે.વાળીના દિવસે શિવલિંગ પર ચોખા ચઢાવો. ધ્યાન રાખો કે તેના દાણા આખા હોય, ચોખા ખંડિત હોય તો ઉપયોગમાં ન લો.અમાસના દિવસે આ તહેવાર આવતો હોવાથી પીપળાના ઝાડમાં જળ ચઢાવો. શનિના દોષ અને કાલસર્પ દોષ ઘટશે. સાથે રાતે પીપળાના ઝાડની નીચે તેલનો દીવો કરો. આ કામ કરીને બોલ્યા વિના ઘરે આવી જાઓ અને સાથે પાછું ફરીને પણ ન જુઓ.
આ દિવસે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરો. આ સિવાય ઘરની આસપાસ દેવી લક્ષ્મીનું મંદિર છે તો ગુલાબની સુગંધીવાળી અગરબત્તી દાન કરો. આ સિવાય આ દિવસે સાવરણી ખરીદો અને સાથે આખા ઘરની તે નવી સાવરણીથી સફાઈ કરો. જ્યારે સાવરણીનો ઉપયોગ ન કરો ત્યારે તેને છુપાવીને રાખો.દિવાળીની રાતે પૂજા સમયે ઘીનો મોટો દીવો કરો. તેમાં 9 દિવેટ રાથો અને તમામને પ્રગટાવીને પૂજા કરો. કનકધારા સ્તોત્રનો પાઠ કરો. રામરક્ષા સ્તોત્ર કે હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય છે.