તમારા માટે/ શું તમને ખબર છે પેન્ટના પાછળના ખિસ્સામાં Pocket Purse રાખવાથી થાય છે ધનહાનિ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

સામાન્ય રીતે પુરુષો પેન્ટના પાછળના ખિસ્સામાં Pocket Purse રાખે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે પેન્ટના પાછળના ભાગમાં રાખવામાં આવતા Pocket Purseથી ધનહાનિ થાય છે.

Lifestyle Tips & Tricks Trending
Beginners guide to 39 2 શું તમને ખબર છે પેન્ટના પાછળના ખિસ્સામાં Pocket Purse રાખવાથી થાય છે ધનહાનિ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

સામાન્ય રીતે પુરુષો પેન્ટના પાછળના ખિસ્સામાં Pocket Purse રાખે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે પેન્ટના પાછળના ભાગમાં રાખવામાં આવતા Pocket Purseથી ધનહાનિ થાય છે. Pocket Purseના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. પુરુષોની આ સામાન્ય ભૂલ કહો કે આદત કહો તેમને બહુ મોટું નુકસાન કરાવી શકે છે. આથી એ જાણવું ખાસ જરૂરી છે કે Pocket Purse ક્યાં રાખવું જેથી આપણા પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય.

આજે મોબાઈલનો જમાનો છે. લોકો મોબાઈલમાંથી ગૂગલ પે અથવા પેટીએમમાંથી રૂપિયા ટ્રાન્સ ફરે છે. છતાં પણ એવા કેટલાક લોકો છે જેઓ ઓનલાઈન માધ્યમના બદલે કેશ રાખવું પસંદ કરે છે. મહિલાની જેમ પુરુષો પણ આ માટે એક Pocket Purse રાખે છે. જેમાં તેઓ તેમના કાર્ડ, પૈસા અને તમામ મહત્વપૂર્ણ વસ્તુઓ રાખે છે. આ માટે મોટાભાગના પુરુષો તેમના પર્સ રાખવા માટે તેમના પેન્ટના પાછળના ખિસ્સાનો ઉપયોગ કરે છે, જો તમે પણ તમારું પર્સ તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં રાખો છો, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો.

વાસ્તુશાસ્ત્રમાં પર્સ અને પૈસાને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. વાસ્તુ નિયમોમાં સ્પષ્ટ લખેલું છે કે વ્યક્તિએ પોતાનું પર્સ ક્યાં અને કઈ દિશામાં રાખવું જોઈએ. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે કે પર્સ પેન્ટના પાછળના ખિસ્સામાં રાખવું જોઈએ કે નહીં. વાસ્તુશાસ્ત્રના આ નિયમો અનુસાર આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શા માટે પેન્ટના પાછળના ખિસ્સામાં પર્સ ન રાખવું જોઈએ. અમે તમને એ પણ જણાવીશું કે તેનાથી વ્યક્તિને શું નુકસાન થાય છે.

Buy WALLETIN Artificial/PU Leather Album Wallet for Men - 02 Currency  Compartments 04-06 Credit Card Holder (Tan Front Chain) at Amazon.in

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે પુરુષો પોતાનું પર્સ પેન્ટના પાછળના ખિસ્સામાં રાખે છે. માતા લક્ષ્મી તેમનાથી નારાજ થાય છે. વાસ્તવમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેથી તેમને ખુશ રાખવા ખૂબ જ જરૂરી છે. જો તે એકવાર ગુસ્સે થઈ જાય છે તો વ્યક્તિને જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તેથી, તમારું પર્સ તમારા પેન્ટના પાછળના ખિસ્સાને બદલે આગળના ખિસ્સામાં રાખો.

આ સિવાય હિંદુ શાસ્ત્રોમાં પર્સ સંબંધિત કેટલાક અન્ય નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ ક્યારેય પર્સમાં ચાવીનો સમૂહ ન રાખવો જોઈએ. જેના કારણે ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. પર્સમાં ક્યારેય પણ દેવી-દેવતાઓ અને પૂર્વજોના ફોટા ન રાખવા જોઈએ. જેના કારણે ધનહાનિ થઈ શકે છે. આ સિવાય દવાઓ ક્યારેય પણ પર્સમાં ન રાખવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. હિંદુ ધર્મ અનુસાર પર્સમાં ક્યારેય ફાટેલા પૈસા ન રાખવા જોઈએ. આ સિવાય ફાટેલા અને જૂના બિલ પણ પર્સમાં ન રાખવા જોઈએ. આ કારણે તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો