Cleaning Tips/ શું તમે કાચને ચમકાવવા માંગો છો? સાફ કરવા માટે અપનાવો આ પદ્ધતિઓ

શું તમને પણ તમારા ઘરના ગંદા કાચના કારણે મહેમાનના આવવાથી શરમ અનુભવો છો? જો હા, તો તમારે અમુક ઘરેલુ ઉપચાર જરૂરથી ટ્રાઈ કરવા જોઈએ. જો તમને કાચને કેમિકલ વાળા ક્લીનર્સથી સાફ કર્યા બાદ પણ સંતુષ્ટી ના મળતી હોય તો તમારે અમુક અસર કારક ઘરેલુ ઉપચારની મદદ લેવી જોઈએ.

Trending Lifestyle
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 28T193210.535 શું તમે કાચને ચમકાવવા માંગો છો? સાફ કરવા માટે અપનાવો આ પદ્ધતિઓ

શું તમને પણ તમારા ઘરના ગંદા કાચના કારણે મહેમાનના આવવાથી શરમ અનુભવો છો? જો હા, તો તમારે અમુક ઘરેલુ ઉપચાર જરૂરથી ટ્રાઈ કરવા જોઈએ. જો તમને કાચને કેમિકલ વાળા ક્લીનર્સથી સાફ કર્યા બાદ પણ સંતુષ્ટી ના મળતી હોય તો તમારે અમુક અસર કારક ઘરેલુ ઉપચારની મદદ લેવી જોઈએ. આવા પ્રકારના નેચરલ ઉપાયોથી તમારું ઘર મિરર્સ સ્ટેન ફ્રી એટલે ડાઘાથી મુક્ત થઈ જશે. એકંદરે આમાથી કોઈ પણ એક ઉપાયને ટ્રાઈ કરીને તમારા ઘરના બધાજ કાચને ચકાચક સાફ કરી શકો છો. ચાલો આવી અમુક અસરકારક પદ્ધતિઓ વિશે જાણીએ.

કાચને સાફ કરવા માટે લીંબુનો

ઉપયોગ: લીંબુમાં આવેલા ગુણો મિરર પર થયેલી ગંદકીને સારી રીતે દૂર કરવામાં સફળ થઈ શકે છે. સૌપ્રથમ એક વાસણમાં લીંબુનો રસ લો. એમાં થોડું પાણી ઉમેરો. આ મિશ્રણમાં કપડું પલાળીને મિરરને સારી રીતે સાફ કરી શકાય છે.

થોડાક જ સમયમાં તમારો મિરર ચકાચક રીતે સાફ થઈ જશે. ઉપયોગી સાબિત થશે વિનેગર: કાચ ઉપર અમુકવાર પાણીના ડાઘા પડી જાય છે જેને સાફ કરવામાં વધારે મેહનત કરવી પડે છે. જો તમે વાઇટ વિનેગર ઉપયોગ કરો તો મિરર ઉપર લાગેલા પાણીના ડાઘા સેહેલાહીથી દૂર કરી શકો છો. વાઇટ વિનેગરનો ઉપયોગ કરવા માટે એક વાસણમાં હુંફાળુ પાણી લઈ તેમાં બે ચમચી વાઇટ વિનેગર મિક્સ કરી લો. આ ર્સોલ્યૂશનને કોઈ પણ પ્રકારની સ્પ્રે બોટલમાં ભરીને તેનો ઉપયોગ કરી શકાય છે.

ટેલકમ પાઉડર કરી શકો છો

ઉપયોગ: જો તમે ઇચ્છો તો ટેલકમ પાઉડરનો ઉપયોગ કરીને પણ જોઈ શકો છો. સૌપ્રથમ મિરર ઉપર થોડો ટેલકમ પાઉડર છાટો. ત્યાર બાદ થોડી વાર રાહ જુઓ અને કપડાથી મિરરને લુછી કાંઠો. આમ, આવા પ્રકારના ઘરેલું ઉપચારની મદદથી મિરર નહી પરંતુ કાચથી બનેલી કોઈ પણ વસ્તુને ચમકાઈ શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાત્રે ભૂલથી પણ ન ખાઓ શાકભાજી, પાચનતંત્ર નબળું પડી શકે છે…..

આ પણ વાંચો: ભીંડાના શાકની જગ્યાએ ટ્રાય કરો ભીંડાની ચટણી, ખૂબ સ્વાદિષ્ટ લાગશે

આ પણ વાંચો: અચાનક મહેમાનો આવી જાય તો કયો નાસ્તો ઘરે બનાવશો?