Rajkot News: રાજકોટમાં (Rajkot) તબીબોના સ્વાસ્થ્ય (Tempering Health) સાથે ચેડાં કરનાર તેમજ કૌભાંડ મામલે ડો. હિરેન મશરૂનું ગુજરાત મેડિકલ કાઉન્સિલે (Gujarat Medical Council) એક વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી મહત્વની કાર્યવાહી કરી છે તેમજ રૂપિયા 6.54 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
હજુ થોડા દિવસ અગાઉ રાજકોટમાં લક્ષ્મીનગર પાસે આવેલા ડોક્ટર મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલમાં (Babycare Hospital) 8 મહિનાના બાળકને ડેન્ગ્યૂ થતા સારવાર માટે ખસેડાયો હતો. જોકે, રજા અપાયા બાદ ફરીથી બાળકને હોસ્પિટલમાં દાખલ કરતા બાળકનું મોત થતા બાળકના પિતાએ તબીબે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ કર્યા છે. હાલ પરિવારમાં ફૂલ જેવા સંતાનના મોતથી ગમગીની ફેલાઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
બાળકનું મોત નીપજતા બાળકનાં પિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, દવાખાનામાં નર્સે ઇન્જેક્શન માર્યા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. જેથી માલવિયાનગર પોલીસે બાળકના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવી આગળ કાર્યવાહી કરશે. ત્યારે આ મામલે ડોક્ટર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્ટર મશરૂએ ખોટી રીતે આયુષ્માન કાર્ડમાંથી પૈસા કમાવવા નવજાત શિશુઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું પણ અગાઉ સામે આવ્યું હતું. બાળકને ગંભીર બીમારીનું કહી પરિવાર પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા.
એટલું જ નહીં, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને તકલીફો થતા એનઆઈસીયુમાં રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે પરિવારે આ ખર્ચ ભોગવવાનો થતો નથી. ત્યારે ડોક્ટર મશરૂ ખોટા રિપોર્ટ કઢાવી કરોડો રૂપિયા ખંખેરી નાંખ્યા હતા. આયુષ્યમાન યોજના કાર્ડમાંથી લાભ લેતો હોવાના આક્ષેપો બાદ સઘન તપાસ કરવામાં આવી હતી.
બાળકો બીમાર ન હોવા છતાં હોસ્પિટલમાં (બેબી કેર) રાખી સારવાર આપી સરકારી યોજનાનો લાભ બાળકના પરિવારની જગ્યાએ પોતે લેતો હોવાનો ઘટસ્ફોટ થતાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે તબીબનું એક વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી નાંખ્યું છે તેમજ સરકારે 6.54 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં તબીબની ગંભીર બેદરકારીથી 8 મહિનાના બાળકનું મોત, પિતાનો આક્ષેપ
આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો
આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત