કચ્છ
આજે શનિવારે દેશભરના તબીબો સાથે કચ્છના તબીબો પણ પોતાના દવાખાના બંધ રાખી એક દિવસની તબીબ હડતાલ મા જોડાયા હતા. હડતાલ દરમ્યાન તબીબો ઇન્ડિયન મેડિકલ એસોસીએન આઈએમએના નેજા તળે સાંસદ વિનોદ ચાવડાને મળ્યા હતા.
ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ની દેશ વ્યાપી હડતાલને કચ્છના ડૉકટરો એ સમર્થન આપ્યું છે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નેશનલ મેડિકલ કમીશનમાં તબદીલના કેન્દ્ર સરકારના બિલ ના વિરોધમાં ડોકટરોની હડતાલ પડી છે.
આજે કચ્છની તમામ હોસ્પિટલ, લેબોરેટરી ના ડૉક્ટરો હડતાલમાં જોડાયા હતા.ડોકટરો સવાર ના 6 થી સાંજના 6 કલાક સુધી ઓપીડી બંધ રાખી ને વિરોધ નોંધાવસે.ભુજમાં સાંસદ વિનોદ ચાવડાને આવેદનપત્ર આપી સામુહિક રીતે ડોકટરોએ રજુઆત કરી હતી જો કે સરકારી અને ટ્રસ્ટના દવાખાના માં ઇમર્જન્સી સેવા ચાલુ રહી હતી.