- રાજ્યભરમાં તબીબોની હડતાળનો મામલો
- બી.જે.મેડિ.ના રેસિડેન્ટ તબીબોની હડતાળ
- તબીબોની હડતાળના પગલે દર્દીને હાલાકી
- રેસિ.તબીબ અને સરકાર વચ્ચે પીસાઈ રહી છે જનતા
- OPD અને રૂટિન સેવાઓથી તબીબો છે અડગા
- હડતાળના પગલે દર્દીઓની સારવાર માટે કતારો
- દર્દીઓને કલાકો સુધી સારવાર માટે જોવી પડી છે રાહ
દેશમાં ધીમે ધીમે ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ વધી રહ્યા છે. જેટલુ જલ્દી થઇ શકે વેક્સિન લેવી જરૂરી બની છે. દેશમાં ભલે કોરોનાનાં દૈનિક કેસ ઘટ્યા છે પરંતુ ઓમિક્રોનનાં કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ વચ્ચે હવે દર્દીઓને ડોક્ટરની દેખરેખ હેઠળ રહેવાની જરૂર દેખાઇ રહી છે. ત્યારે પીજી મેડિકલ પ્રવેશ મુદ્દે નિર્ણય ન લેવામાં આવતા અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.
આ પણ વાંચો – ગુજરાત / ઈંગ્લેન્ડથી વડોદરા આવેલી દંપતિ કોરોના પોઝિટિવ, સેમ્પલ મોકલાયા Pune
આપને જણાવી દઇએ કે, અમદાવાદ ખાતે આવેલી બી.જે.મેડિકલનાં રેસિડન્ટ તબીબોએ હળતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. બી.જે.મેડિકલ કોલેજનાં જુનિયર ડોક્ટર એસોસિએશને કાલે આવેદનપત્ર આપ્યું હતું અને આજથી OPD સેવા અને સાંજ પછી ઈમરજન્સી-કોવિડ સેવાથી અળગા રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોસ્પિટલોમાં પીજી રેસિડેન્ટની પ્રથમ બેચ ન હોવાને લીધે રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે જેથી જુનિયર નોન એકેડમિક રેસિડેન્ટ હંગામી ધોરણે મૂકવા માટે રજૂઆત કરાઈ હતી. હવે આ હળતાળનાં પગલે હોસ્પિટલમાં દર્દીઓની કતાર જોવા મળી રહી છે. દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવાનો સમય આવી ગયો છે.
- વડોદરા SSG હોસ્પિ.માં રેસિડેન્ટ તબીબોની હડતાળ
- જુનિયર તબીબોને પણ કામગીરી સોંપવા માંગ
- હોસ્પિ. તંત્ર દ્વારા માંગણી ન સ્વીકારાતા હડતાળ
- તાત્કાલિક વિભાગની કામગીરીનો પણ બહિષ્કાર
- ઓમિક્રોનના વધતા કેસો સામે હડતાળ ચિંતાનો વિષય
આ પણ વાંચો – ગુજરાત / પાટીદારો પરના તમામ કેસો પાછા ખેંચાશે, શહીદના પરિવારને નોકરી આપવામાં આવશે : CMનું આશ્વાસન
કોરોના મહામારીમાં આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સે રાત-દિવસ એક કરીને દર્દીઓની સેવા કરી છે. જો તે સમયે ડોક્ટર ન હોત તો શું તકલીફ થઇ હોત તે સમજી શકાય છે. પરંતુ હવે વડોદરાની SSG હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોએ હળતાળ કરી છે. રેસિડન્ટ તબીબોનું કહેવુ છે કે, જુનિયર તબીબોને પણ કામગીરી સોંપવામા આવી જોઇએ. જો કે આ પહેલા હોસ્પિટલ તંત્રને આ અંગે જાણ કરવામા આવી પરંતુ તેમના દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતા તેઓ હળતાળ પર ગયા છે. રેસિડેન્ટ તબીબોએ તાત્કાલિક વિભાગની કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે. ઓમિક્રોનનાં વધતા કેસો સામે હળતાળ હવે એક ચિંતાનો વિષય બન્યો છે.