Sabarkantha News: તલોદના મોટા ચેખલા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે. હડકાયા શ્વાને ગામમાં રીતસરનો આતંક મચાવી દીધો છે. તેણે ત્રણ વર્ષના બાળકને અને આધેડને બચકા ભર્યા છે. તેણે અન્ય એક આધેડને અને શ્વાનને પણ બચકા ભર્યા છે.
બાળકને તલોદ સિવિલમાં લઈ જવાયો હતો અને તેના પછી તેને ત્યાંથી અમદાવાદ સિવિલ મોકલાયો છે. જ્યારે આધેડને પણ તલોદ સિવિલમાં લઈ જવાયા હતા. આમ રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરો અને રખડતા શ્વાનો મોટી સમસ્યા બનીને ઉભરી આવ્યા છે અને તંત્ર તેની સામે કશું કરી શકવાની સ્થિતિમાં નથી.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા