કોરોનાનાં કાળાકહેર વિશે વાત કરતા જ લોકોની નજરે સંક્રમિત અને મરણજનારની સંખ્યા સાથેનો હાહાકાર આવી જાય છે. કોરોનાએ જેટલો હાહાકાર મચાવ્યો એટલો જ હાહાકાર કોરોનાની રસીએ પણ મચાવ્યો છે તે પણ આટલી જ સાચી વાત કહી શકાય…કારણ કે અત્યાર સુધી કોરોનાની રસી શોધવામાં વિશ્વનાં એક પણ દેશ કે વિકસીત સંસ્થાનને સફળતા મળી નથી. પોતાની જાતને એટલે કે માનવ જાતને માણસ અત્યાર સુધી બ્રહ્માંડમાં સૌથી વિકસીત પ્રજાતી માનતો હતો, પરંતુ કોરોનાએ આ માન્યતા કદાચ તોડી દીધી છે. તમામ હકીકતો અને વાતો વચ્ચે કોઇ જો કે, ચોક્કસ પણ કહેવા માટે સમર્થ નથી કે કોરોનાની રસી ક્યારે ઉપલબ્ધ થઇ જશે. પંરતુ સરકાર દ્વારા તો પણ હાલ કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં તમામને પ્રાયોરીટીના ધોરણે રસી અપાશે.
#કોરોના રસી માટે કેટલો સમય રાહ જોવી? દરેક માહિતી માટે સરકારે લોન્ચ કર્યુ પોર્ટલ…
કહી શકાય કે ઉમીદ એજ જીવન છે અને કદાચ આ જ ધોરણે સરકાર પણ કોરોનાની રસી જલ્દી ઉપલબ્ધ થઇ જશેની ઉમીદ સાથે પોતાની આગળની તૈયારીઓ કરી રહી હોય. ગુજરાતમાં તમામને પ્રાયોરીટીના ધોરણે રસી અપાશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવાની સાથે સાથે એવી પણ જાણકારી આપવામાં આવી છે કે, આરોગ્યવિભાગ દ્વારા રસીને આસાનીથી તમામ સુધી ઝડપી રીતે પહોંચાડવા માટે ડેટાબેઝ તૈયાર કરવાની કવાયત પણ શરુ કરી દેવામાં આવી છે.
2024 સુધીમાં જ દરેક વ્યક્તિ કોરોના રસી મેળવી શકશે :સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓનો દાવો
કેન્દ્રીય આરોગ્ય સચિવન દ્વારા રસીકરણના આયોજન અંગે તમામ રાજ્યોની સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે. જી હા, હાલ કેન્દ્રીય આરોગ્ય સચિવન દ્વારા રસીકરણના આયોજન અંગે દરેક રાજ્યો સાથે વિડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજવામાં આવી. કેન્દ્રીય આરોગ્ય સચિવન દ્વારા બેઠકમાં જાણકારી આપવામાં આવી છે કે, હાલ બે રસી ફેઝ-2 અને ત્રણ રસીનું સંશોધન અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. અને ઉમીદ છે કે, દેશમાં ટૂંક જ સમયમાં રસી પ્રાપ્ય થશે.