- મુન્દ્રા પોર્ટના આશુતોષ CFSમાં DRIનો સપાટો
- પોર્ટ પરથી ફરી ઝડપાયો સોપારીનો માતબર જથ્થો
- ટાયર સ્ક્રેપની આડમાં લવાયો હતો સોપારીનો જથ્થો
- 10 કન્ટેનરમાંથી 39.44 ટન સોપારીનો જથ્થો ઝડપાયો
- વડોદરાની પેઢીએ દુબઈથી મંગાવ્યો હતો સોપારીનો જથ્થો
- DRIની કામગીરીથી સોપારીના દાણચોરોમાં ફફડાટ
મુન્દ્રા પોર્ટના આશુતોષ સીએફએસમાં ડીઆરઆઇએ બોલાવ્યો સપાટો, પોર્ટમાં ફરી એકવાર દરોડા પાડતા સોપારીનો માતબર જથ્થો ઝડપાયો હતો. ટાયર સ્કેપની આડમાં સોપારીનો જ્થ્થો લાવવામાં આવ્યો હતો.10 કનેટેનરમાંથી 39.44 ટન સોપારીનો જથ્થો ઝડપાયો છે. વડોદરાની પેઢીએ દુબઇથી સોપારીનો જથ્થો મંગાવ્યો હતો. ડીઆરઆઇની મોટી કાર્યવાહીથી દાણચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે મુન્દ્રમાં ડ્રગ્સના કનેટેનર પકડાતા હોય છે પરતું આ વખતે દાણચોરી કરીને સોપારીનો માતબર જથ્થો પકડાયો છે.ડીઆરઆઇએ માતબર સોપારીનો જથ્થો પકડયા બાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.