જમ્મુ/ આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ

કોરોનાકાળમાં પણ આતંકવાદી ગતિવિધિઓ બંધ થવાનુ નામ નથી લઇ રહી. હવે તો આતંકવાદીઓ હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

Top Stories
11 38 આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ

કોરોનાકાળમાં પણ આતંકવાદી ગતિવિધિઓ બંધ થવાનુ નામ નથી લઇ રહી. હવે તો આતંકવાદીઓ હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. જમ્મુનાં એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો થયાના બીજા જ દિવસ પછી આતંકવાદીઓએ પણ સૈન્ય સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે ત્રણ વાગ્યે જમ્મુનાં કાલુચક લશ્કરી સ્ટેશન પર બે ડ્રોન નજરે પડ્યા હતા. એરફોર્સ સ્ટેશન પર હુમલો થયો ત્યારથી, એલર્ટ સેનાએ તેને જોતાં જ ડ્રોન પર 20 થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ડ્રોન ગાયબ થઈ ગયુ. હાલમાં સેના સર્ચ ઓપરેશન ચલાવીને ડ્રોનની શોધ કરી રહી છે.

11 39 આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ

મહામારીમાં જનજીવન / દેશ અને દુનિયામાં કોરોનાથી થઇ રહેલા મોતનો આંક ચિંતાજનક, જાણો આજની સ્થિતિ

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ કાલુચક લશ્કરી સ્ટેશનની ઉપર એક ડ્રોન નજરે પડ્યું હતું. જે બાદ સૈના તુરંત જ એલર્ટ થઈ ગઇ હતી અને સૈનિકોએ તે ડ્રોન પર 20-25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે પછી ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયુ હતુ. હાલમાં સેના સર્ચ ઓપરેશન ચલાવીને ડ્રોનની શોધ કરી રહી છે. આ પહેલા રવિવારે રાત્રે જમ્મુનાં એરફોર્સ સ્ટેશન પર બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટોથી છતને નુકસાન થયું હતું. મળતી માહિતી મુજબ પહેલો વિસ્ફોટ રાત્રીનાં 1:37 વાગ્યે થયો હતો અને બીજો બરોબર 5 મિનિટ પછી 1:42 વાગ્યે થયો હતો. વિસ્ફોટમાં બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ પહેલીવાર હતું જ્યારે આતંકવાદીઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યો હતો. હવે એનઆઈએ આ મામલે તપાસ કરી રહી છે. ડ્રોન જોયા બાદ સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સૈન્યનાં જવાનો કેમ્પમાં અને તેની આસપાસની જગ્યા શોધી રહ્યા છે જ્યાં ડ્રોન પડી શકે તેવી સંભાવનાઓ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે, જો ડ્રોનને ગોળી વાગી હશે તો તે નીચે પડ્યુ હશે. ત્યારે આ વિચાર સાથે તેની શોધખોળ ચાલી રહી છે.

11 40 આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ

કાશ્મીરમાં પોલીસ નિશાના પર / આતંકીઓએ સ્પેશલ પોલીસ અધિકારીના ઘરમાં ઘૂસીને કર્યું ફાયરિંગ, SPO અને તેમની પત્ની – પુત્રીનું મોત

તાજેતરમાં, આ ડ્રોન ક્યાંથી આવ્યું તે જાણી શકાયું નથી અને તપાસમાં સામેલ અધિકારીઓ બંને ડ્રોનનો હવાઈ માર્ગ શોધી કાઠવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસ કરનારાઓએ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પર સ્થાપિત કેમેરા સહિતનાં સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા, જેથી ડ્રોન ક્યાંથી આવ્યુ તેની તપાસ કરી શકાય.

Footer આતંકીઓનું નવુ હથિયાર બન્યુ ડ્રોન, મિલિટ્રી સ્ટેશન પર દેખાતા સુરક્ષાદળોએ કર્યુ ફાયરિંગ