અમદાવાદના એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટના રનવે પરથી ડ્રોન મળી આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીએ ઇન્સ્પેકશન હાથ કરી રહ્યું હતું ત્યારે આ વાતની જાણ થઇ હતી, ત્યારબાદ ઓથોરિટીએ સીઆઇએફ તેમજ પોલીસને આ બાબતે જાણ કરી હતી.
CISF એ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં સામે આવ્યું કે જે ડ્રોન ત્યાંથી મળી આવ્યું છે તે રમકડાનું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ ડ્રોન જે રમકડાનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે તે રન વે સુધી કઈ રીતે પહોચ્યું, તમામ વસ્તુને લઈને અત્યારે કામગીર શરુ થઇ ગઈ છે.
અમદાવાદના એરપોર્ટ પર અચાનક બપોરે ૩ વાગ્યાની આસપાસ પાયલોટને રન વે પર એક ડ્રોન દેખાયું હતું. જેની જાણકારી તરત જ ટીમને કરતા ત્યાં તપાસ કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસમાં સામે આવ્યું હતું કે આ ડ્રોન રમકડાનું છે અને તે અંદર રન વે સુધી કઈ રીતે પહોચ્યું તેને લઈને તમામ તપાસની કામગીરી હાથ ધરાઈ છે.
- અમદાવાદના એરપોર્ટ પર બની ઘટના
- રન વે પરથી મળી આવ્યું રમકડાંનું ડ્રોન
- એરપોર્ટ ઓથોરિટીનાં ઇન્સ્પેકશન દરમ્યાન મળ્યું ડ્રોન
- ઓથોરિટીએ સીઆઇએફ તેમજ પોલીસને કરી જાણ
- રમકડાંનું ડ્રોન રન વે સુધી કેવી રીતે આવ્યું તેની તપાસ શરૂ