કચ્છ/ જખૌના દરિયા કિનારેથી ફરી ઝડપાયો નશીલા પદાર્થનો જથ્થો

જખૌ નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, BSFના જવાનોએ ચરસના પેકેટો જપ્ત કર્યા.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 38 જખૌના દરિયા કિનારેથી ફરી ઝડપાયો નશીલા પદાર્થનો જથ્થો

Kutch News: કચ્છનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે મોકલું મેદાન બની ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. અવારનવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ પાસેથી નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે. ત્યારે ફરી એકવાર પશ્વિમ કચ્છના સમુદ્રી કાંઠા વિસ્તારમાંથી માદક પદાર્થ મળવાનો સીલસીલો આજ દિન સુધી સતત યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 10 પેકેટ ચરસના બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

જખૌ નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન, BSFના જવાનોએ ચરસના પેકેટો જપ્ત કર્યા. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સના પેકેટોની સતત પ્રાપ્તિના કારણે દરિયાકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં તપાસની કામગીરી તેજ કરવામાં આવી છે.

બીએસએફ દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરિયાકાંઠે આવેલા અલગ-અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે. BSFના જવાનો દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર અને ખાડી વિસ્તારમાં છેલ્લાં 2 અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હજૂ પણ વધુ માત્રામાં ડ્રગ્સના પેકેટ મળી આવવાની સંભાવના બીએસએફ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડ્રગ્સ પેડલર દ્વારા ફેંકી દેવાયેલ ડ્રગ્સના પકેટો દરિયાના મોજામાં તણાઈ આવીને કચ્છની દરિયાઈ સીમામાંથી મળી આવે છે. સ્ટેટ આઇબી, મરીન કમાન્ડો, સ્થાનિક પોલીસ, બીએસએફના જવાનો દ્વારા કચ્છની વિવિધ દરિયાઈ સીમા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ