વિશ્વનાં સૌથી યુવા દેશ એવા ભારતની તાકાત સ્વાભાવીક રીતે જ દેશનું યુવાધન હોવાનું અને આ વાત દેશનાં દુશ્મનો પણ જાણે જ છે અને માટે જ દેશનાં દુશ્મનો દેશનાં યુવાધનને બરબાદ કરવામાં કઇં પણ બાકી નથી રાખી રહ્યા, દુશ્મનો દ્વારા તમામ મોરચે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કા તો વિરોધનાં પથ્થરો હાથમાં થમાવી દેવામાં આવી રહ્યા છે, કા તેને આતંકવાદ તરફવાળવાની કોશિશ કરવામાં આવે છે, કા તો ડ્રગ્સ અને નશાનાં આદી બનાવી ખતમ કરવાનો કારસો કરવામાં આવે છે.
ડ્રગ્સએ એવો નશો છે જે યુવાનોમાં જલ્દીથી પ્રવેશ કરવી શકાય અને તેને બરબાદ કરી શકાય અને કદાચ આ જ કારણ છે કે દેશભરમા એજ કાલ ડ્રગ્સનું સ્મગ્લિન પુરજોરમાં જોવામાં આવી રહ્યું છે. હજુ તો બે દિવસ પહેલા જ શુક્રવારનાં દિવસે જ દેશભરમાંથી 36.522 કિલો હેરોઇન ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે. તો સાથે સાથે 8.58 કરોડની કિંમતના બીજા ડ્રગ્સ પણ પકડાયા છે. તો આજે ફરી એક દિવસમાં 53.9 લાખનો હેરોઇનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે, 3000 નશીલી ગોળીઓનો જથ્થો અને 6.5 કિલ્લો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
જી હા દિલ્હીનાં નજફગઢ બહાદુરગઢ રોડ પર 16 જાન્યુઆરીએ પોલીસે દ્વારા પકડવામાં આવેલો 53.9 લાખ રૂપિયાની કિંમતનો 77 ગ્રામ ડ્રગ્સનો જથ્થો હેરોઇન હોવાનું સામે આવતા પોલીસ દ્વારા આ ડ્રગ્સનાં 4 પેડલરોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દેશભરમાંથી એક જ દિવસમાં 36.522 કિલો “હેરોઇન” અને 8.58 કરોડનાં બીજા ડ્રગ્સ ઝડપાયા
આસામનાં ગોલપરા પોલીસે આજે ભુરુકાકુચી વિસ્તારમાં દરોડા દરમિયાન 3 ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી અને 3000 શંકાસ્પદ સાયકોટ્રોપિક ગોળીઓ મળી આવી હતી. પકડાયેલા લોકોની ઓળખ સહાદત અલી, મુન્ના હોક અને રોફીકુલ્લા ઇસ્લામ તરીકે થઈ છે.
પંજાબ અને હરિયાણાને તો નશીલા પદાર્થો માટેનું સ્વર્ગ માનવામાં આવે છે ત્યારે આજે હરિયાણાની સિરસામાં પોલીસે 5 ડ્રગ પેડલરોની ધરપકડ કરી 6.5 કિલો અફીણ કબજે કર્યું છે. આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.