Rajkot News : દારૂડિયો દારૂને શું પીવાનો હતો, દારૂ જ દારૂડિયાને પી જાય છે. રાજકોટમાં બનેલા આ પ્રકારના એક કેસમાં એક દારૂડિયો દારૂ પીને ભાન ભૂલી ગયો હતો. દારૂના નશામાં તે રાજકોટ આખુ મારૂ જ છે એવી લવરી કરવા લાગતા લોકો રમૂજ સાથે માર્મિક વ્યંગ પણ કરી રહ્યા હતા. કારણકે દારૂ પીને નશામાં ધૂત આ શખ્સ પોલીસ સ્ટેશન સામે જ બિન્ધાસ્ત સુઈ ગયો હતો. દારૂડિયાએ રોડ પર સુઈને પોતાનો જીવ તો જોખમમાં મપક્યો જ હતો. પરંતુ વાહનચાલકો માટે પણ અકસ્માતની સંભાવના વધી ગઈ હતી. આમ કરીને દારૂડિયાએ પોતાનો જીવ જોખમમાં મુકી દીધો હતો.
બીજીતરફ લોકો આ દ્રશ્યની મજા માણી રહ્યા હતા. સાથે સાથે વાહન ચાલકો વાહન ઉભુ રાખીને દારૂડિયાનો વીડિયો ઉતારીને મજા લઈ રહ્યા હતા.
નવાઈની વાત એ છે કે દારૂબંધીને પગલે પોલીસ દારૂ સાથે રોડ પર દારૂ પીને છાકટા થતા દારૂડિયાને પણ ઝડપી લેતી હોય છે. જોકે તેણે દારૂ ક્યાંથી પીધો એ શોધી નથી શકતી એ પણ મજાક સાથે વાસ્તવિકતા છે. છાકટો થયેલો આ દારૂડિયો પોલીસ સ્ટેશનની સામે જ રોડ પર સુતો હોવા છતા પોલીસે કેમ કાર્યવાહી ન કરી તે પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ખુલ્લેઆમ દારૂના નશામાં ઝુમતા આ શખ્સને જોઈને સ્વાભાવિક છે લોકોને દારૂબંધી છે કે કેમ તેવો સવાલ પેદા થાય.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે
આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી