ચેતીજજો, જો તમે વ્યાપર-ધંધો કરી રહ્યા છો. તો તમારે ત્યાર ચેંકીગમાં આવતા દરેક અધિકારી પાસે તેનું આઇડેન્ટીફિકેશન પ્રફ માંગવાનો તમારો હક પણ છે અને સાપ્રાંત સમયમાં તેની જરૂરીયાત પણ છે. કારણ કે આવા કિસ્સા ઘણા સામે આવે છે અને અનેક કિસ્સા પોતે છેતરાયા હોવાથી છુપાવવામાં પણ આવે છે. દેશભરમાંથી અને રાજ્યભરમાંથી ડુપ્લીકેટ માલસામાનની સાથે આવા લેભાગુ અને તોડબાઝ ડુપ્લીકેટ આધિકારી પકડાયાનાં કિસ્સા છાશવારે સામે આવતા હોય છે.
આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો દુકાનમાં બનાવતી GST અધિકારી અને પોલીસ તોડ કરવા પહોંચી હતી અને સદ્દભાગ્યે પર્દાફાસ થઇ જતા જોકે, ઓરીજીનલ પોલીસે પકડી પણ પાડ્યા છે. વાત જાણે આમ છે કે, સુરતના રાંદેર માં આવેલા જય ભોલે પાન સેન્ટર નામની દુકાનમાં બનાવતી GST અધિકારી અને પોલીસ આવી દુકાન માલિક ને બિલ અને જીએસટી મામલે ધમકાવ્યા હતા. જોકે, દુકાનદારે સતર્કતા અને સજાગતા રાખી આઈ કાર્ડ માંગતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અને ડુપ્લીકેટોનો ભાંડાફોડ થયો હતો. નકલી પોલીસને ઓરીજીનલ પોલીસને સોંપી દેવાયો હતો. રાંદેર પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.