ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઇ ચૂક્યું છે તો બીજી તરફ ચૂંટણી ડ્રાઇવનાં કારણે 850થી વધુ વોન્ટેડ ગુનેગારોને પકડી પાકડાવામં આવ્યા હોવાની વિગતો વિદિત છે. ત્યારે આજે પણ આવી જ રીતે પોલીસની સતર્કતાનાં કારણે દારુની મોંઘી બોટલો ભરેલ આખી ટ્રક પોલીસની ઝપટમા આવી ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે.
અમદાવાદ / ભાજપમાં ડેમેજ કંટ્રોલ કવાયત પૂર જોશમાં, પણ નારાજગીનું પુર રોકાશે ?
કલોલમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઈ છે. આમ તો પોલીસ પાર્ટી GSTના દરોડામાં બંદોબસ્તમાં ગઈ હતી. પોલીસ પાર્ટી GSTના દરોડા દરમિયાન સ્વાભાવીક રીતે કંપનીના પાર્કિગમાં ઉભેલી આઇસરની તપાસ કરી. તપાસમાં આશરે 50 જેટલા ઇલેક્ટ્રો થર્મલ કંપનીના બોક્સમાંથી વિદેશી બ્રાન્ડની અલગ અલગ એક હજાર જેટલી બોટલો મળી આવી. જેની બજાર કિંમત 35 લાખથી પણ વધારે થાય છે.
પોલીસ પણ અશ્ચર્યમાં મુકાઇ ગઇ અને કંપનીના માલિક શેલેષ કોઠારીના ઘરે પણ ચેકીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી. ચેકીંગ કરતા ઘરેથી બીજી વધુ 40 બોટલ વિદેશી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે કંપનીના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે ઇલેક્ટ્રો થર્મ કંપનીના માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…