Vaccine/ ગુજરાતમાં કોરોનાની રસીને લઈ DY.CMનું ટ્વીટ, ખાનગી હોસ્પિટલમાં આટલા રૂ.માં મળશે રસી

કોરોના રસીને લઇને મહત્વનાં સમાચાર આપતા આરોગ્યમંત્રી નીતિન પટેલે એક ટ્વિટ કર્યું છે

Top Stories
a 381 ગુજરાતમાં કોરોનાની રસીને લઈ DY.CMનું ટ્વીટ, ખાનગી હોસ્પિટલમાં આટલા રૂ.માં મળશે રસી

દેશમાં કોરોના વાયરસ ફરીથી માંથું ઉચકી રહ્યો છે, ત્યારે આ વાયરસના કારણે સંક્રમિત થનારા દર્દીઓનો સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. બીજી બાજુ આ સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે વેક્સીનેશનનું કાર્ય ઝડપી બનાવવા માટે નિર્ણય કર્યો છે, ત્યારે ગુજરાતમાં પણ રસીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

કોરોના રસીને લઇને મહત્વનાં સમાચાર આપતા આરોગ્યમંત્રી નીતિન પટેલે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, 250 રૂ.નાં કિંમતે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસી અપાશે, જયારે રાજ્યની સરકારી હોસ્પિટલમાં તમામ લોકોને ફ્રીમાં રસી અપાશે.

નીતિન પટેલે જણાવ્યું, રૂ.250ની કિંમતથી એક વેક્સિનનો ડોઝ અપાશે, જેમાં વહીવટી ચાર્જ રૂ.100 નક્કી કરાયો છે, જયારે વેક્સિનની કિંમત રૂ.150 નક્કી કરાઇ છે.