ડાઇનામાઇટ/ ઉત્તરપ્રદેશમાં માફીયાઓના મકાન તોડવા માટે હવે બુલડોઝર નહીં ડાઇનામાઇટનો ઉપયોગ કરાશે

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ગુનેગારોના ઘર તોડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે યુપીમાં ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવશે

Top Stories India
12 3 ઉત્તરપ્રદેશમાં માફીયાઓના મકાન તોડવા માટે હવે બુલડોઝર નહીં ડાઇનામાઇટનો ઉપયોગ કરાશે

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ગુનેગારોના ઘર તોડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે યુપીમાં ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવશે. ભૂમાફિયાઓના મકાનો ડાયનામાઈટ દ્વારા તોડી પાડવામાં આવશે. આ માટે નિષ્ણાતોની ટીમને પણ બોલાવવામાં આવી છેે.

મળતી માહિતી મુજબ લખનૌમાં ઊંચા અને મોટા માળ તોડવા માટે ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવશે. કારણ કે બુલડોઝરથી મોટા માળ તોડી પાડવામાં ઘણો સમય વેડફાય છે. તેથી હવે લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મોટી ઈમારતોને તોડવા માટે ડાયનામાઈટનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. આ માટે ભોપાલથી એક ટીમ બોલાવવામાં આવી રહી છે.

લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીના વીસી અક્ષય ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, નાની ઇમારતોને બુલડોઝર દ્વારા સરળતાથી તોડી પાડવામાં આવે છે. પરંતુ મોટી ઈમારતને તોડવામાં ઘણો સમય લાગે છે. તેથી હવે આ કામ માટે ડાયનામાઈટનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે અમે બહારથી ટેક્નિકલ સ્ટાફને પણ બોલાવ્યો છે. ટીમ આવી બિલ્ડીંગ તોડવાની કામગીરીમાં વ્યસ્ત રહેશે. તેનાથી સમયની પણ બચત થશે. અક્ષય ત્રિપાઠીએ કહ્યું કે અત્યાર સુધી એવું પણ જોવા મળતું હતું કે બિલ્ડિંગ તોડતી વખતે નુકસાન થયું હતું પરંતુ હવે તે ટાળવામાં આવશે. આ દિશામાં પગલાં લઈને અમે નક્કી કર્યું છે કે હવે બિલ્ડિંગને તોડવા માટે ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવશે.