જામનગર સતત ચોથા દિવસે પણ ધરતી ધણધણી. જામનગર અને આસપાસનાં વિસ્તારમાં સતત ચોથા દિવસે પણ ફરી ભૂકંપના વધુ બે હળવા આંચકા અનુભવાયા હતા. આંચકા સવારે 6.06 અને 7.11 કલાકે અનુભયા હોવાનું નોંધવામાં આવ્યું છે. તો ભૂકંપનાં આંચકાની તિવ્રતા અનુક્રમે 2.1ની અને 2.8ની હોવાનું સામે આવ્યુંં છે. જામનગરનાં બેરાજા અને સરવાણિયા ગામે કેન્દ્રબિંદુ નોંધાયું હોવાથી લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, ગઇકાલે પણ જામનગરની ધરતી ધ્રુજી ઉઠી હતી. મધ્યરાત્રી એ રાત્રે 02:02 મિનિટે આવેલા ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઇ ઉઠ્યા હતા. 2.9ની તીવ્રતા ધરાવતા ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 28 કિમી દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પૂર્વે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ આજ હોવાનું નોંધાયું હતું.
જો કે, ગઇકાલે એટલે કે બુધવારે જામનગર સહિત ગુજરાતમાં પાલિતાણા, મોરબી, ઉકાઇ અને સાથે સાથે મહારાષ્ટ્રનાં પાલઘરમાં પણ ભૂકંપન નોંધવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રનાં પાલઘરમાં બુઘવારે મધ્યરાત્રીનાં થોડા કલાકોમાં જ ઉપરા છાપરી ત્રણ આંચકા અનુભવાયા હતા. તો પૂર્વે પણ આ વિસ્તારોમાં એક કરતા વધું આંચકાઓ આવી ચૂક્યા છે.
આપને જણાવી દઇએ કે તારીખ20, 24 અને 31 ડિસેમ્બરે પણ ભારતમાં દિલ્હી, NCR, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ રાજસ્થાન, ગુજરાત જેવા અનેક વિસ્તારોમાં ભૂકંપન નોંધવામાં આવ્યું હતું. ખાસ નોંધનીય બાબત એ છે કે, 20 ડિસેમ્બરે આવેલા ભૂંકપનું કેન્દ્રબીંદુ અફઘાનિસ્થાનની હિન્દુકુશ પર્વતમાળા હતું અને તેની તિવ્રતા 6.3 હતી, તો સાથે સાથે તેની અસરો અફઘાન, પાકિસ્તાન અને ભારત ત્રણે દેશોમાં નોંધવામાં આવી હતી. 24 અને 31 ડિસેમ્બરનાં આંચકાનું કેન્દ્રબીંદુ પણ હિન્દુકુશ પર્વતમાળામાં જ નોંધવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હિન્દુકુશ પર્વતમાળામાં ઉદ્ભવેલા કંપનની તિવ્રતા વધુ નોંધવામાં આવી હતી, જ્યારે ભારતનાં જુદા જુદા ભાગોમાં આવી રહેલા આંચકાનાં કેન્દ્રબીંદુઓ જે જેતે વિસ્તારની આસપાસ છે ત્યાં તિવ્રતા ઘણ ઓછી હતી. પૂર્વે મહારાષ્ટ્ર(લાતુર) અને ગુજરાત(કચ્છ) બન્ને રાજ્યો અતિ વિકરાળ ભૂકંપી ચહેરો જોઇ ચૂક્યા છે ત્યારે લોકોમાં આમ સતત આવી રહેલા ભૂકંપથી ડર પેસી ગયો છે કે, આ કોઇ મોટી હોનારતનાં અણસાર તો નથી ને ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.