Earthquake/ ઠંડીના વધતા પારાની વચ્ચે ગીર સોમનાથની ધરતી પણ ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા

ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથમ 24 કલાકની અંદર 13 ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા.ઠંડીની આ મોસમમાં એક બાજુથી કોરોનાનો કહેર છે ત્યારે આટલા બધા ભૂકંપના આંચકા જોવા મળતાં સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો.

Top Stories Gujarat Others
a 2 ઠંડીના વધતા પારાની વચ્ચે ગીર સોમનાથની ધરતી પણ ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા

ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથમ 24 કલાકની અંદર 13 ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા.ઠંડીની આ મોસમમાં એક બાજુથી કોરોનાનો કહેર છે ત્યારે આટલા બધા ભૂકંપના આંચકા જોવા મળતાં સ્થાનિક લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો.

જોકે તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈને જાનહાનિ થઈ હોવાનું જોવા મળ્યું નથી. સોમનાથ પાસેના ધાવા, સુરવા, હડમતીયા માધુપુર સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકાની અનુભૂતિ સ્થાનિક લોકોએ કરી હતી.

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે દેવભૂમિ દ્વારકામાં યોજાયા શાહી લગ્ન, લોકો સામાજિક અંતરનું ભૂલ્યા ભાન

આ અંગે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે રવિવારે રાતથી ભૂકંપના આંચકા આવવાનો પ્રારંભ થયો હતો જે આજે સવાર સુધી પણ યથાવત્ રહ્યા છે. 24 કલાકની અંદર કુલ 13 આચકા સિસ્મોગ્રાફ પર નોંધવામાં આવ્યા હતા. ગીર સોમનાથના તાલાલા, દાવા સુરવા, હડમતીયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આંચકાની અનુભૂતિ સ્થાનિકોને થઈ હતી.

આ પણ વાંચો :જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં કેદીએ કર્યો આપઘાત

તાલાલામાં મોડી રાત્રે 1:12 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તલાલાથી નોર્થ ઇસ્ટ 11 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું. રવિવારે સવારે 04:00 કલાકે 1.3 ની તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો હતો તેનું કેન્દ્રબિંદુ પણ 11 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. 5:52 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો હતો તેનું કેન્દ્રબિંદુ પણ 11 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું.સોમવારે 11:14 કલાકે તાલાલામાં ૩ ની તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 20 કિલોમીટર દૂર નોર્થ ઈસ્ટમાં હતું.તલાલામાં સોમવારે 05:21 મિનિટે 2.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમિટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું.સાંજે 6:44 કલાકે તાલાલા અને ગીરમાં બેની તીવ્રતાના આંચકા અનુભવવામાં આવ્યો હતો, તલાલા થી 12 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધવામાં આવ્યું હતું.સોમવારે મોડી રાત્રે 11: 55 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને તાલાલા પંથકની ધરતી હચમચી ઉઠી હતી.ત્યારબાદ રાત્રે 12 વાગ્યા પછી વધુ બે આંચકા ની અનુભૂતિ આ વિસ્તારના લોકોએ કરી હતી તેમજ મંગળવારે સવારે બે જેમ 41 કલાકે 3.1 ની તીવ્રતાનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…