કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે કચ્છના ખાવડાથી 17 કિમી દૂર ભૂકંપના આંચકા આવતા લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી. મોડી રાત્રે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે કચ્છમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે 14મી ઓક્ટોબરે વર્લ્ડ કપની મોટી મેચ થવાની છે. આ મેચ ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. આ મેચ પહેલા ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ ભૂકંપની તીવ્રતા 2.6 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા વચ્ચે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરોમાંથી બહાર આવી ગયા હતા. આપને જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. જેના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોડી રાત્રે કચ્છના ખાવડાથી 17 કિમી દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા પણ કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા આવ્યા છે. 1 સપ્ટેમ્બર 2023ના રોજ મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 8.54 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર દુધઈથી 15 કિલોમીટર દૂર હતું. દુધઈમાં જ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પણ વાંચો:કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
આ પણ વાંચો:સ્ટાર મેકર એપ વાપરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, યુવતી સાથે થયું એવું કે તે જાણીને…
આ પણ વાંચો:11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર
આ પણ વાંચો:ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા