દેશ ના ઘણા રાજયો માં આજ કાલ ભૂકંપ આવતા જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે કોકરાઝાર અને પશ્ચિમ બંગાળ તેમજ ભૂતાનમાં ગઈકાલે 4 રિક્ટર સ્કેલનો મધ્યમ ભૂકંપ આવ્યો હતો. જે અંગે ની માહિતી તઅધિકારીઓએ આપી હતી .આ ઉપરાંત નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું કે કોકરાઝાર અને આજુબાજુના ઉત્તર બંગાળ અને ભૂતાનમાં બપોરે 1.13 વાગ્યે આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો :ચળકતી ત્વચા માટે અભિનેત્રી કિયારા અડવાણી ચહેરા પર શેનો ઉપયોગ કરે છે ?
ગુવાહાટીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા જાનમાલ અને અન્ય સંપત્તિને નુકસાનના કોઈ અહેવાલ નથી. જેમાં પર્વતીય પૂર્વોત્તર રાજ્યોમાં, ખાસ કરીને આસામ, મિઝોરમ અને મણિપુરમાં સતત ભૂકંપે અધિકારીઓને ચિંતિત કર્યા છે.
આ પણ વાંચો :વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો દરરોજ 15 મિનિટ આ કસરતો કરો
આ ઉપરાંત 28 એપ્રિલના રોજ, 6.4 ની તીવ્રતાના ભૂકંપને કારણે આસામ અને પૂર્વોત્તરના વિસ્તારોમાં ઇમારતો, રસ્તાઓ અને અન્ય મિલકતોને નુકસાન થયું હતું. ભૂકંપશાસ્ત્રીઓ પૂર્વોત્તર ક્ષેત્રને વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ ભૂકંપગ્રસ્ત પ્રદેશ માને છે.
આ પણ વાંચો :સોની પિક્ચર્સ અંગે હાઇકોર્ટનો મોટો નિર્ણય, ચેનલ વિરુદ્ધબા મામલાની તપાસ પર લગાવી અંતરિમ રોક